સ્વ.રાજીવ ગાંધીની 76 મી જન્મ જયંતિ નિમિતે આજોઠા મુકામે વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાથે પુષ્પાજલી અર્પિત કરવામાં આવી.

0
97

આજરોજ ગીર-સોમનાથ નાં આજોઠા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાળાના યુવા ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સ્પુક્ત ઉપક્રમે સ્વ.રાજીવ ગાંધીની 76 મી જન્મ જયંતિ નિમિતે વૃક્ષારોપણ સાથે પુષ્પાજલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ જાદવ, વેરાવળ તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ હિરેનભાઈ બામરોટીયા, વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ રાયઠઠા, જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા નારણભાઈ મેર, મેરૂભાઇ પંપાણીયા, દેવાતભાઈ (ભગત), વલ્લભભાઈ માકડીયા, ભગુભાઈ વાળા, બળવંતભાઈ પરમાર, વશરામભાઈ સોલંકી, કાળાભાઈ મકવાણા, મનસુખભાઈ મકવાણા, આજોઠાના સરપંચ વીરાભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યોશ્રીઓ તેમજ કોંગ્રેસ મહિલા અગ્રણીઓ ઉષાબેન કુસકીયા, યાસ્મીનબેન ચૌહાણ, કાજલબેન ભજગોતર, નઝમાબેન પંજા, કાજલબેન લાખાણી સહિતની મહિલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી નિયમોના પાલન સાથે પુષ્પાજલી અર્પિત કરી રાજીવજીનાં ટૂંકા પરંતુ રાજકીય જીવન રાષ્ટ્રની પ્રગતિને નવિદિશા આપીને વિવિધતામાં એકતા ના સૂત્રને સાર્થક કરી મજબુત રાષ્ટ્ર નિર્માણના યાદગાર પ્રસંગોને વાગોળી તેમના જન્મ દિવસ પર તેમના આદર્શોને ફરી ફરી કલ્પનાઓ સાથે તેમના આદર્શોને ઉજાગર કરવા સંકલ્પ કરેલ હતો.

અહેવાલ:-હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here