લ્યો બોલો: પાણીપુરીમાં ડ્રગ્સ હોઈ શકે? લોકદરબારમાં ઉઠી આવી ફરીયાદ…

0
180

ઊંઝામાં ધારાસભ્ય કે.કે.પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા લોકદરબારમાં પાણીપુરીમાં ડ્રગ્સ મિલાવટની ફરિયાદ ઉઠી છે તેમજ સ્થાનિકોએ અનેક પ્રશ્નોની રજૂઆત પણ કરી છે.


 • મહેસાણાના ઊંઝામાં પાણીપુરીમાં ડ્રગ્સ મિલાવટની ફરિયાદ
 • ઊંઝાના ધારાસભ્ય કે.કે.પટેલની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન
 • લોક દરબારમાં સ્થાનિકોએ અનેક પ્રશ્નોની કરી રજૂઆત

  મહેસાણાના ઊંઝામાં પાણીપુરીમાં ડ્રગ્સ મિલાવટની ફરિયાદ ઉઠતા ચકચાર મચી જવા પામી છે. ઊંઝાના ધારાસભ્ય કે.કે.પટેલની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન થયું હતું. આ લોક દરબારમાં સ્થાનિકોએ અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમાં એક ફરિયાદ એવી હતી કે, પાણીપુરીમાં ડ્રગ્સ મિલાવટ કરાય છે.

  પાણીપુરીમાં ડ્રગ્સ મિલાવટ જેવા પ્રશ્નો અંગે કરાઈ ફરિયા
  પાણીપુરીમાં ડ્રગ્સ મિલાવટ જેવા પ્રશ્નો અંગે ફરિયાદ કરાઈ હતી. ડ્રગ્સ, ટ્રાફિક, ચોરી, લૂંટ જેવા અનેક પ્રશ્નો સાથે લોકોએ ધારાસભ્યને ફરિયાદ કરી હતી. સોશિયલ મીડિયા ક્રાઇમ, દારૂ, વ્યાજખોરોના આતંક અંગે પણ ફરિયાદો ઉઠી હતી. જે સમગ્ર મામલે ધારાસભ્યની હાજરીમાં PIએ ઝડપથી નિરાકરણની ખાતરી આપી છે.  ફરિયાદને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયાં
  ધારાસભ્ય અને પીઆઈની હાજરીમાં ઉઠેલી ફરિયાદોને લઈ વિવિધ પ્રશ્નોની નિરાકરણની ખાતરી આપી છે. પરંતુ પકોડીમાં ડ્રગ્સ મિલાવટની ફરિયાદ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ફરિયાદને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે. લોકોનું માનવુ છે કે, પકોડી ખાવાનો વ્યસન કરાવવા માટે પકોડી વિક્રેતા આવું કરે છે. તેમનું માનવું છે કે જ્યાં વારંવાર પકોડી ખાદ્યા પછી વ્યસન જેવો થઈ જાય છે અને લોકોને ત્યાં વારંવાર પકોડી ઈચ્છા થાય છે.