વેરાવળની સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ બેન્ડ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝળક્યા

0
84

રાજ્યકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં બેન્ડ ઇવેન્ટમાં સેન્ટમેરી સ્કુલ વેરાવળ ના સિનિયર વિદ્યાર્થીઓની ટીમ તથા જુનિયર વિદ્યાર્થીઓની ટીમ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને બન્ને ટીમે પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગીરસોમનાથ જિલ્લાનું અને સેન્ટ મેરી સ્કૂલ વેરાવળ નું ગૌરવ વધાર્યું હતું.

આ સ્પર્ધાનું માર્ગદર્શન ભાનુબેન વાદી તથા નિકુંજ જાગાણી દ્વારા આપવામાં આવ્યું હતું .શાળાના પ્રિન્સિપાલ ફાધર બીજું સેબાસ્ટિયન તથા સ્ટાફ સભ્યો એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા હતા.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)