પ્રભાસ પાટણનાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું,11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં

0
56

પ્રભાસ પાટણ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન સદભાવના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે 11 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ ગૌતમપુરી જેન્તિપુરી ગોસ્વામી, ઉપપ્રમુખ શૈલેષગિરી મનસુખગિરિ ગોસ્વામી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.સમારોહના અધ્યક્ષ તરીકે હારેશભારથી ગોસ્વામી,ઉપાધ્યક્ષ હિતેશગીરી ગોસ્વામી અને સમારોહના પ્રમુખ તરીકે ચિમનપુરી ગોસ્વામીની ખાસ ઉપસ્થિતિ રહી હતી.


મુખ્ય આચર્ય તરીકે અનીરુધ્ધભાઈ પાઠક જોડાયા હતા.નોંધનીય છે કે, દશનામ ગોસ્વામી સમાજ દ્વારા દીકરીઓ પાસેથી એક પણ પૈસો લેવામાં આવ્યો ન હતો અને દાતાઓના સહયોગથી તેમને ઘરવખરીથી લઇને સોના ચાંદીની વસ્તુઓ આપવામાં આવી હતી.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)