વેરાવળ નગરપાલિકા માં સામાન્ય સભામાં પ્રેસ મીડિયાના નાં પ્રતિનિધિઓ બેસાડવા મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત

0
178

નગરસેવક અફઝલ પંજા દ્વારા તંત્ર ને સવાલ શા માટે સતાધીશો મીડિયાને બોલાવતા નથી?

લોકશાહી નો સૌથી મજબૂત આધાર સ્તંભ એ પત્રકારિત્વ છે જેના દ્વારા લોકશાહી વધુ મજબૂત બને છે .આજે ભારતની લોકશાહી ની અનેક પૂજનીય સંસ્થા જેમ કે રાજ્યસભા,લોકસભા,વિધાનસભા તેમજ સુપ્રીમ કોર્ટ અને જુદી જુદી હાઇકોર્ટ માં પણ મીડિયા પ્રતિનિધિઓને બોલાવવામાં આવે છે કારણ કે તેમના પ્રતિનધિની વાત લોકો સુધી સહજ રીતે પહોંચે.

છેલ્લા બે વર્ષથી વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રેસ મીડિયા નાં પ્રતીનિધીઓને સતાધીશો આમંત્રિત કરતા નથી જેથી લોક પ્રતિનિધિની વાત તેમના લોકો સુધી પહોચતી નથી.સામાન્ય સભા માં મીડિયા ને આમંત્રણ ન આપવું એ લોક્શાહી નું હનન છે જે ખૂબ ગંભીર અને ખૂબ નિંદનીય છે.આ વાત એ ન સમજાય તેવી છે કે શા માટે મીડિયા ને દૂર રાખવામાં આવે છે?

નગરસેવક અફઝલ પંજા એ પ્રાદેશિક કમિશનર અને ડેપ્યુટી કલેકટર ને લેખિત સવાલ પૂછેલ છે કે શા માટે સામાન્ય સભામાં પ્રેસ મીડિયા ને બોલાવવામાં આવતા નથી? એવું તો શું છે કે જેના કારણે મીડિયા ને સામાન્ય સભાથી દૂર રાખવામાં આવે છે?લોક્શાહી દેશની અંદર લોકોના હિત ની સંસ્થાઓ એ પારદર્શક હોવી જોઈએ પણ વેરાવળ નગરપાલિકા માં મીડિયા ને આમંત્રણ આપવામાં આવતું નથી જે લોકશાહી માટે ખૂબ દુઃખદ બાબત છે.

નગરસેવક અફઝલ પંજા દ્વારા જવાબદાર લોકોને લેખિતમાં જાણ કરેલ છે કે તા.18/03/2023 નાં રોજ વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ના બજેટ અંગેની સામાન્ય અભા બોલાવવામાં આવેલ છે જેમાં મીડિયાને ખાસ આમંત્રણ આપવામાં આવે અને સમગ્ર પ્રકિયાની વીડિયો શૂટીંગ થાય તેવી માંગ કરેલ છે.

અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)