સિંધી ધર્મગુરૂ સંત શહેરાવારા સાંઈ ની પધરામણી પર સમાજ માં અનેરો જોશ ઉત્સાહ

0
72

૧૯ માર્ચે રવિવારે જામનગર સિંધી સમાજ ઉજવશે વેલકમ ચેટીચાંદ મહોત્સવ

ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ની જન્મજયંતી “ચેટીચાંદ” સિંધી સમાજ નું નુતનવર્ષ ની ઉજવણી જામનગર સહિત રાજ્યભર માં ૨૩ માર્ચ ૨૦૨૩ ગુરુવાર નો રોજ ધૂમધામ થી ઉજવાશે આયોજન ને લઈ જામનગર સિંધીસમાજ માં ઠેર ઠેર અનેરો ઉત્સાહ છવાયો છે.જાત જાત ની ભાત ભાત નું અવનવી તૈયારીઓ સાથે સમગ્ર સિંધી સમાજ માં ઉજવણી ના જોશ માં થનગનાટ જોવા મળ્યો છે.

છોટાકાથી જામનગર સિંધી સમાજમાં ચેટીચાંદ પર્વ ની ઉજવણી ને લઈ જામનગર સિંધી સમાજ નાં નેજા હેઠળ SSW સાંઈ પરિવાર જામનગર દ્વારા આ પર્વ ની ઉજવણી ની ખુશીએ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ના પરમ ઉપાસક પૂજનીય સંત શ્રી શહેરાવાળા સાંઈજી ના સાનિધ્ય માં તારીખ ૧૯ માર્ચ ૨૦૨૩ રવિવાર ના રોજ “વેલકમ ચેટીચાંદ મહોત્સવ” નું વિશેષ આયોજન સાથે સિંધી સમાજના આ નુતનવર્ષ ઉજવણી માં મહોર લગાડી અનેરો રંગ ભરી દીધો છે. પાવનકારી ધર્મગુરૂ સંત ની હાજરી જામનગર ની ધરા પર થતા સિંધી સમાજ માં જોશ ભર્યો ઉત્સાહ જોવા મળ્યો છે.

વેલકમ ચેટીચાંદ મહોત્સવ ૧૯/૦૩/૨૦૨૩,રવિવાર ના આયોજન ની રૂપરેખા ને લઈ આયોજકો દ્વારા સાંજે ૦૫:૦૦ કલાકે પવનચક્કી થી કાર્યક્રમ સ્થળ સદગુરુ ચોક, નાનકપુરી સુધી શોભાયાત્રા નું આયોજન કરાયુ છે ત્યારબાદ સાંજે ૦૭:૦૦ કલાકે પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવાળા જી ના સાનિધ્ય માં શહેર ના નાનકપૂરી ખાતે આવેલ સદગુરુ ચોક(ચકરો) માં ભરાણા સાહેબ –સત્સંગ – પ્રવચન તેમજ મ્યુઝિકલ પ્રોગ્રામ જામનગર ના પ્રખ્યાત સિંધી સિંગર વિનુભાઈ – પીન્ટુભાઈ – હાર્દિકભાઈ જાંગિયાણી સાથે ભગુભાઈ તુલસાણી સૌ કલાકારો સાથે નો સિંધી મ્યુઝિકલ કાર્યક્રમ નું આયોજન કરાયું છે અંન્ને અંતિમ તબક્કા માં જ્ઞાતિજનો માટે ભંડારા પ્રસાદ નો કાર્યક્રમ નું ભવ્ય આયોજન SSW સાંઈ પરિવાર જામનગર દ્વારા કરાયું છે,આ ધાર્મિક પાવન અવસરે સિંધી સમાજ ના જ્ઞાતિજનો તેમજ સમાજ ની દરેક પંચાયત, સંસ્થાઓ મંડળો, ને પધારવા હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે.

(જામનગર)