વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા વિસ્તાર માં પ્રાથમિક સુવધાઓથી આપવામાં તદન ફેલ થઈ છે અને સતાના નશામાં સતાધીશો આંધરા બનેલ છે અને લોકો ખૂબ મોટા પ્રમાણ માં તકલીફો ભોગવી રહ્યા છે.જે બાબતની વારંવાર રજૂઆત કરવા કોઈપણ જાતનું નિરાકરણ કરતા નથી.પરિણામે લોકો ખૂબ દુખી છે
નગરપાલિકા નું સંપૂર્ણ વહીવટ એ ગુજરાત સરકાર ગ્રાંન્ટો થી ચાલતું હોય છે.પણ સતામાં બેઠેલા ભષ્ટ સત્તાધીશોને એક છે કે તેઓ આ નગરપાલિકાના પોતાની પેઢી છે અને પોતાના ખિસ્સામાં રૂપિયા થી ચલાવી રહ્યા છે.સતામાં બેઠેલા લોકો ભસ્ટાચાર માં પગ થી માથા સુધી ડૂબેલા છે જેની સમગ્ર વિસ્તારમાં રાવ છે.


વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ની તાનાશાહી તા.18/3/23 નાં રોજ વાર્ષિક બજેટ ની સામાન્ય સભા છે છતાં આજે તા.16/3/23 બપોર 12 વાગ્યા સુધી બજેટબુક પણ આપેલ નથી કે જેના અભ્યાસ થી એ ખબર પડે કે લોકોના રૂપિયા નું શું કરવામાં આવે છે, સામાન્ય રીતે બજેટ સભાના એક અઠવાડિયા પહેલા બજેટબૂક આપવામાં આવે છે.લોકોના ટેક્ષથી ચાલતી નગરપાલીકા ને પોતાની પ્રાઇવેટ પેઢી ની જેમ ચલાવવામાં આવે છે અને લોકોને પ્રાથમિક સગવડતા પણ આપવામાં આવતી નથી.જે બાબતે તમામ કોંગ્રેસી નગરસેવકો દ્વારા જીલ્લા કલેકટર ને રજૂઆત કે સામાન્ય સભા રદ કરવામાં આવે
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર સોમનાથ)