શ્રી નરેશભાઈ પટેલના પ્રવાસનો બીજો દિવસઃ અમદાવાદમાં શ્રી ખોડલધામ સંકુલ નિર્માણ માટે યોજાઈ મિટીંગ

0
96

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતના અલગ અલગ ઝોનમાં નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલના અનુસંધાને આજ રોજ તારીખ 17 માર્ચના રોજ શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળે અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદના પ્રસંગ પ્રેસિડેન્સી ખાતે શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી. આ મિટીંગમાં સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો, ટ્રસ્ટીઓ તેમજ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે અમદાવાદના આગેવાનોએ એક સૂરે જણાવ્યું કે, અહીંયાનું સંકુલ 100 વીઘાથી વધુની જગ્યામાં જ બનાવીશું અને જૂન-જૂલાઈ મહિના સુધીમાં ખાતમુહૂર્ત થઈ જાય તે માટે જગ્યા શોધવાની પણ શરૂ કરી છે.

મધ્ય ગુજરાતમાં શ્રી ખોડલધામ સંકુલ બનાવવાના શ્રી નરેશભાઈ પટેલના વિચારને આગેવાનો અને ટ્રસ્ટીઓએ એક સાથે વધાવી લઈને ઝડપથી આ સંકુલ બને અને તેમાં સમાજ ઉપયોગી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે તે માટે આજથી જ કામે લાગી ગયા છે. આ મિટીંગમાં ટ્રસ્ટી બિપીનભાઈ પટેલ (ગોતા), રવજીભાઈ વસાણી, અનારબેન પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(અમદાવાદ)