ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1 તરીકે ફરજ બજાવતા હરેશ જી.લાલવાણીની પુત્રી ડૉ. જેની લાલવાણીએ આસ્પી કોલેજ ઓફ ન્યૂટ્રિશન એન્ડ કમ્યૂનિટી સાઇન્સ, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી બનાસકાંઠા ખાતેથી ગુજરાતના અમદાવાદ શહેરમાં પુખ્ત વયના લોકોમાં સ્થૂળતાના વ્યાપ અને તેની વ્યવસ્થાપન પદ્ધતિઓ પર એક વ્યાપક અભ્યાસ વિષય સાથે 80% ગુણ મેળવી પીએચડીની ડીગ્રી મેળવી લાડી લોહાણા સિંધી સમાજનું ગૌરવ વધાર્યું છે.
નોંધનીય છે કે ડૉ.જેનીએ અમદાવાદ અને આસપાસના વિસ્તારોના 1200 સ્થૂળ લોકોના ડેટા બેઝના વિસ્તૃત અભ્યાસ બાદ 120 અલગ અલગ લોકો પર પરંપરાગત પોષક આહાર અને આયોજિત જીવન શૈલી,ડાયટ ચાર્ટ આપી ત્રણ મહિના સુધી અભ્યાસ કરેલ એ પૈકી જે લોકોએ 3 મહિના સુધી ડૉ.જેનિના માર્ગદર્શનની અમલવારી તે લોકોને વજન ઘટાડવામાં અને જીવન શૈલીમાં અતિ ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ.
આમ મોટી ઉંમરના લોકોમાં સ્થૂળતા માત્ર સમતોલ આહાર (કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન, ફેટ,મિનરલ્સ,ફાઇબર) અને આયોજિત જીવન શૈલીથી મેદસ્વીતા ઘટાડી શકાય અને તંદુરસ્ત જીવન જીવી શકાય તેમજ સ્થૂળતાના કારણે થતી અન્ય બીમારીઓથી બચી શકાય તેવા નિષ્કર્ષ સાથે અભ્યાસ પૂરો કર્યો હતો.તેમઓ આ સિદ્ધિ મેળવી સૌરાષ્ટ્ર ભરમાં વસતા સિંધી સમાજના લોકોનું ગૌરવ વધાર્યું હતું.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)