હાલમાં કોરોનાની મહામારીની સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદની પણ મહામારી ચાલી રહી છે, એટલે કે થોડાં દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. ઘણી નદીઓમાં નવાં નીરની સાથે જ રોડ પર ખાડાનાં સમાચાર સામે આવતાં હોય છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અતિભારે વરસાદને લીધે શહેરનાં રસ્તા તેમજ બ્રિજ પણ ધોવાઈ ગયાં છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલ ઓઢવ વિસ્તારમાં બનાવેલ કુલ 1 વર્ષ જૂનો બ્રિજ વરસાદમાં ધોવાઈ ગયો છે.

આ બ્રિજ પર બનાવેલ રસ્તામાં કાંકરી તેમજ કપચીઓ બહાર નીકળી ગઈ છે, ત્યારે લોકોને ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.કરોડો રૂપિયાનો ટેક્ષ આપી રહેલ નાગરિકોને આવી મુશ્કેલીઓ કેટલી યોગ્ય છે, એવાં ઘણાં સવાલ લોકોનાં મનમાં ઉદ્દભવી રહ્યા છે.
રાજ્ય સરકારે આ બ્રિજને બનાવવાં માટે કુલ 58 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો, પણ માત્ર 1 જ વર્ષમાં વરસાદી પાણીને લીધે એની બિસ્માર હાલત થઈ ગઈ છે, જેને લીધે ઘણાં લોકોને લાગી રહ્યું છે, કે કુલ 58 કરોડ રૂપિયાનાં ખર્ચ પર પાણી ફરી વળ્યાં છે.

ભ્રષ્ટાચારની આડમાં આ બ્રિજમાં હલકી કક્ષાની વસ્તુઓ પણ વાપરવામાં આવી હોવાંનું ચર્ચામાં આવી રહ્યું છે.હાલમાં અમદાવાદનાં રોડ શોધવાં પડી રહ્યા છે. રોડ એટલાં પ્રમાણમાં ખરાબ થઈ ગયાં છે, કે જાણે વિકાસ ઉલટી જ દિશામાં થઇ રહ્યો છે.
અમદાવાદમાં આવેલ ઓઢવ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઘણી હતી. જેને લઈને એક બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો તેમજ એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. સરકારે ફાળવેલાં કુલ 58 કરોડ રૂપિયાનો ખર્ચે બનાવેલ આ બ્રિજ પહેલાં જ વરસાદમાં ધોવાઈ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ત્યારબાદ સમારકામમાં લાખો રૂપિયા બગાડવામાં આવી રહ્યા છે. બીજો વરસાદની શરુઆત થઈ તેમજ ફરી વખત રસ્તા ધોવાઈ ગયાં તથા ફરી એકવાર લોકોને ઘણી સમસ્યાઓ પડી રહી છે.આટલાં લોકોનાં કરોડો રૂપિયા બગાડ્યા પછી પણ ગુણવતા એકદમ હલકી કક્ષાની વાપરવામાં આવી હોય એવું લોકોને લાગી રહ્યું છે.
શહેરમાં આવેલ રોડ વારંવાર ધોવાઈ તેમજ આની સાથે જ પ્રજાનાં ટેક્સનાં પૈસા પણ ધોવાઈ રહ્યા છે. આ બ્રિજનાં નિર્માણ તથા સમારકામમાં કરેલ ખર્ચની રકમ કોન્ટ્રાકટરો તેમજ વિભાગી અધિકારીનાં ખિસ્સામાં જઈ રહ્યાં છે