રાજ્યમાં હાલ ચારેબાજુ વરસાદી માહોલ બનેલો છે. ત્યારે ફરી એકવાર બંગાળની ખાડી પર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના મતે આ સિસ્ટમ 22 અને 23 ઓગસ્ટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.
હવામાન વિભાગનું માનીએ તો સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 25 તારીખ પછી વરસાદનું જોર ઘટી શકે છે. પરંતુ 23 તારીખ બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની આશંકા છે. જે આવનારા સમયમાં રાજ્યમાં વરસાદ પાડશે.
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગે 22મી અને 23 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. 22 ઓગસ્ટે પોરબંદર અને મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જે 23 ઓગસ્ટે તેની અસર દેખાડવાનું શરૂ કરશે. ગુજરાતના માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.