અભિનેતા દિલીપ કુમારના નાના ભાઇનું નિધન, અસલમખાન કોરોના પોઝિટિવ હતા

0
350

દિલીપકુમારના નાના ભાઈ અસલમ ખાનનું આજે સવારે નિધન થયું છે. તે કોરોના પોઝિટિવ હતા અસલમના મોટા ભાઈ ઇશાન ખાનની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અસલમ ખાન ગયા શનિવારથી આઈસીયુમાં હતા. તેમની ઉંમર લગભગ 80 વર્ષની હતી, જ્યારે ઇશાન ખાન 90 વર્ષના છે. દિલીપકુમાર અને તેનો પરિવાર તેના ભાઈના અવસાનથી દુખી છે.

દિલીપકુમારની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ કહ્યું કે એહસાન અને અને અસલમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ડોક્ટર જાલીલ પાર્કરે આ માહિતી શેર કરી. બંને ભાઈઓને બ્લડપ્રેશરની સમસ્યા છે અને એક ભાઈ પાર્કિન્સન સિન્ડ્રોમથી પણ પીડાય છે. બંનેને નોન-આક્રમક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.

જણાવી દઇએ કે અભિનેતા દિલીપ કુમારની તબિયત સારી છે. કારણકે તે બન્ને ભાઇઓથી અલગ રહે છે. જેથી તેમને કોઇ ખતરો નથી. અભિનેતાના પ્રશંસકોએ વધારે ચિંતા કરવાની જરૂરત નથી,. દિલીપ કુમાર 97 વર્ષના થઇ ચુક્યા છે અને પત્ની સાયરો બાનો દેખરેખમાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પ્રશંસકોને પોસ્ટ કરી હેલ્થ અપડેટ આપતા રહે છે.