અમદાવાદ:આવતીકાલથી ગુજરાત એસ.ટી.ની 40 વોલ્વો AC સીટર-સ્લીપર બસો દોડશે, જાણો ક્યાંથી ઉપડશે અને ક્યાં જશે

0
520

રાજ્યમાં કોરોનાના કેસો આવવા લાગતા 22 માર્ચથી એસ.ટી. સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ 1 જૂનથી શરૂ થયેલી અનલોક-1 પ્રક્રિયા સાથે એસ.ટી. બસ ચાલુ કરવામાં આવી હતી. જો કે એસી અને વોલ્વો બસોનું સંચાલન શરૂ કર્યું નહોતું. જેને હવે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા 22 ઓગસ્ટથી વોલ્વો અને AC એસ.ટી. બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં 40 બસો દોડાવવામાં આવશે. આ સિવાય સુરતથી એસ.ટી. બસોનું જે સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું તે આજથી(21 ઓગસ્ટ)થી શરૂ થઈ ગયું છે.

17 વોલ્વો અમદાવાદના નેહરુ નગરથી ઉપડશે
આ પહેલા ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 189 વોલ્વો અને AC એસ.ટી. બસો દોડાવવામાં આવી હતી. જેને કોરોના મહામારીને કારણે 22 માર્ચથી બંધ કરવામાં આવી હતી. પ્રિમિયમ ST બસોમાં કુલ વોલ્વોની 17 બસ અમદાવાદના નહેરૂનગરથી વડોદરા, અમદાવાદથી રાજકોટ અને નેહરૂનગરથી નવસારી વચ્ચે શરૂ કરાશે. આ સિવાય AC સીટરની કુલ 13 અને AC સ્લીપરની કુલ 10 બસને દોડાવવામાં આવશે.

બસનો પ્રકારક્યાંથી ક્યાં જશે
વોલ્વોઅમદાવાદ(નેહરુનગર)થી વડોદરા
અમદાવાદથી રાજકોટ
અમદાવાદ(નેહરુનગર)થી નવસારી
AC સીટરઅમદાવાદથી ડીસા
અમદાવાદથી ભાવનગર
અમદાવાદથી મોરબી
ગાંધીનગરથી અમરેલી
AC સ્લીપરગાંધીનગરથી દ્વારકા
ગાંધીનગરથી સોમનાથ
ગાંધીનગરથી દીવ
ગાંધીનગરથી ભુજ
ભુજથી વડોદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here