કારનો અકસ્માત સર્જાતાં એક જ પરિવારનાં 3 સભ્યોએ ગુમાવ્યા પોતાનાં જીવ

0
295

હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદની મહામારી ચાલી રહી છે. ઘણી નદીઓમાં નવાં નીરનું આગમન પણ થયું છે, આની સાથે જ ઘણી નદીઓમાં ઘોડાપુર પણ આવ્યું છે. આવાં સમયમાં ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. હાલમાં આવી જ અકસ્માતની એક ઘટના સામે આવી રહી છે.

ભચાઉ વાગડ વેલ્ફેરની નજીક ક્રેટા કાર ઊભેલા ટ્રેઇલરમાં અથડાતાં જ કારમાં સવાર ગાંધીધામ લોહાણા સમાજનાં પૂર્વ પ્રમુખ તેમજ PM આંગડીયાનાં પરિવારનાં કુલ 3 સભ્યોનાં તો ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હોવાની ઘટનાએ હોબાળો ફેલાવી દીધો છે.આ

આ બાબતે મળેલ માહિતી મુજબ ગાંધીધામમાં આવેલ શક્તિનગરમાં રહેતાં તથા PM આંગડીયાનાં તથા થરપારકર લોહાણા ચોવીસી મહાજનનાં પ્રમુખ તથા ગાંધીધામ લોહાણા સમાજનાં પૂર્વ પ્રમુખ અમૃતલાલ કુંવરજીભાઇ હાલાણી કે જેમની ઉંમર હાલમાં કુલ 65 વર્ષ તેમજ ભુદરજી કુંવરજીભાઇ હાલાણી કે જેમની ઉંમર કુલ 66 વર્ષ, એમના પત્ની પાર્વતીબેન ભુદરતી હાલાણી કે જેમની ઉંમર હાલમાં 60 વર્ષની છે.

તેઓ પોતાની કારને લઇ ડીસા ખાતે આવેલ વેવાઇને ત્યાં લૌકિક વ્યવહારની માટે ગયા હતાં તેમજ ત્યાંથી ગાંધીધામ પાછાં ફરતી વખતે ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલની સામેનાં બ્રીજની પાસે રાત્રે ઊભેલ ટ્રેઇલરની પાછળ કાર અથડાઇ ગઈ હતી. જેમાં કારમાં સવાર કુલ 3 લોકોને ગંભીર ઇજાઓ થવાને લીધે ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતાં.

આ અકસ્માત સર્જાતાંની સાથે જ પોલીસ ભચાઉ નગરપાલિકા તથા ભચાઉ લોહાણા સમાજનાં આગેવાનો પણ ભરતભાઇ ટક્કરની સાથે ઘટનાસ્થળ પર જ પહોંચી ગયા હતાં. આ અકસ્માતમાં કારમાંથી કુલ 3 લોકોનાં મૃતદેહ પણ કલાકોની મહેનત પછી કાઢી શક્યા હતાં.આ

આ અકસ્માતને કારણે ભચાઉ મુસ્લિમ કુંભાર સમાજનાં યુવાનો પણ ખડે પગે રહીને મદદરૂપ બન્યાં હતાં. હાલમાં લોહાણા સમાજનાં અગ્રણી પરિવારનાં કુલ 3 સભ્યોનાં મોતને કારણે સમગ્ર સમાજમાં માતમ છવાયેલો છે.ઘટનાસ્થળ પર હાજર રહેલ લોકોનાં જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં કાર જે ટ્રેઇલરની સાથે અથડાઇ હતી એ ટ્રેઇલર કુલ 2 દિવસથી ત્યાં જ ઊભું હતું.

આ ઊભેલ ટ્રેઇલરમાં રેડિયમ પણ લાગેલ ન હતી તેમજ કોઇ સિગ્નલ પણ ચાલુ ન હતાં. જેને કારણે આ અકસ્માત સર્જાયો છે. આ રીતે ગમેતેમ પાર્ક કરેલ ભારે વાહનો પર પોલીસ તથા નેશનલ હાઇવે ઓથોરિટીનું પેટ્રોલિંગ કરતાં કર્મચારીઓની નજર પણ નથી પડતી એ તપાસનો વિષય બન્યો છે, પરંતુ આ બેદરકારીને લીધે પણ ઘણાં જીવલેણ અકસ્માતો સર્જાતાં હોય છે ત્યારે સતર્ક રહેવું ખુબ જ જરૂરી હોવાંની માંગ પણ ઉઠી રહી છે.