રાજકોટ: હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેર 9માંથી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. પરંતુ જમીની હકીકત સાવ જુદી જ છે. ત્યારે આજે પોતાના વોર્ડમાં આવતા વિસ્તારોનો સર્વે કરી વોર્ડ નંબર-13ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે શાસકો પર આકરા પ્રહાર કર્યા છે. અને જણાવ્યું હતું કે, શહેરમાં ગંદકીના ગંજ છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં છઠ્ઠો નંબર લાવનાર શાસકોને અભિનંદન.
જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, આજરોજ સ્માર્ટ સીટી રાજકોટ માં અમો એ જાતે રૂબરૂ વોર્ડ 13 માં સર્વે કરી અને વિસ્તાર ના વફોટા લીધા સ્વછતા મિશન ના રાજકોટ નો છઠ્ઠા નંબર આવે તે બાબત ની ખુશી હોય પણ કેવી રીતે નંબર આવે તે એક મોટો સવાલ છે આ રાજકોટ વોર્ડ 13 નવલનગર.આંબેડકર નગર ખોડિયાર પરા સમ્રાટ ઇન્ડ.અંબાજી કડવા જેવા વિવિધ વિસ્તારોમાં આજ ના ફોટા છે વિસ્તારમાં લોકો ને પણ સમસ્યા છે તે લોકો પણ જાતે કહે છે ખુદ પોતાના ઘર સાફ નથી રાખી શકતા મનપા ની સ્કૂલ આરોગ્ય કેન્દ્ર પાસે પણ એટલી ગંદગી છે 20 વર્ષે સમસ્યા નો હલ નથી.