રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નીલાખા ગામ પાસેનો ભાદર-૧ ડેમ તેની નિર્ધારિત સપાટીએે ભરાઇ ગયો હોવાથી સવારે ૧૦.૩૦ વાગ્યે ડેમના કુલ ૨૯ પૈકી ૨૦ તથા ૨૧ નંબરના એમ ૨ (બે) દરવાજા ૧ ફુટ ખોલવામાં આવ્યા છે તથા ૯૧૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
આથી ભાદર-૧ ડેમના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના નીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા અનેનવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારિકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી અને વાડાસડા, જામકંડોરણા તાલુકાના તરવડ અને ઇશ્વરીયા તથા ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ડેમસાઇટના સેકશન ઓફિસર હિરેન પી. જોષી દ્વારા જણાવાયું છે.