- મતદાન દરમિયાન બૂથ પર ભીડ એકત્રિત ન શઈ શકે તે માટે બુથની સંખ્યા 50 ટકા વધારવામાં આવશે ચૂંટણી
- ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો જાહેર સભા તો કરી શકશે પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું પડશે
બિહારમાં વિધાનસભા ચૂંટણી લગભગ તેના નક્કી સમયે થશે. પહેલા એમ કહેવામાં આવી રહ્યું હતું કે કોરોનાના કારણે ચૂંટણી ટળી શકે છે. ચૂંટણી આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં તારીખોની જાહેરાત થાય તેવી શકયતા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુરુવારે એક કાર્યક્રમમાં સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી થવા અંગેની વાતનો ઉલ્લેખ કર્યો છે.
રાજ્યની 243 સીટ માટેનું મતદાન બેથી ત્રણ તબક્કામાં થઈ શકે છે. કોરોના સંક્રમિતો માટે ચૂંટણી અયોગ અલગ બુથ બનાવવાની પણ તૈયારી કરી રહ્યાં છે. ચૂંટણી આયોગ સોમવારે બિહારના તમામ ડીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. આ દરમિયાન ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ પર ચર્ચા થશે. બીજી તરફ રાજ્યમાં શુક્રવાર બપોર સુધીમાં કોરોનાના કેસ 1.15 લાખથી વધુ થયા છે. જ્યારે 574 લોકો આ બીમારના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
નીતીશે કહ્યું- સપ્ટેમ્બરમાં ચૂંટણી જાહેર થઈ જશે
રાજ્યમાં નક્કી સમયે ચૂંટણી થવાની એટલા માટે પણ આશા છે કારણ કે ગુરુવારે મુખ્યમંત્રી નીતીશ કુમારે ગ્રામીણ કાર્ય વિભાગના કાર્યક્રમમાં કહ્યું હતું કે ચૂંટણીની તારીખોની જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ જશે. મંત્રીજી. તમે તો ઓગસ્ટ સુધી જ કામ કરી શકશો. મંત્રીજી તમે તો ચૂંટણીના મેદાનમાં જ રહેજો. અગામી મહિનાથી બધુ કામકાજ તો સચિવોએ જ સંભાળવાનું છે.
50% બૂથ વધારવામાં આવે તેવી શકયતા
સૂત્રો જણાવ્યા મુજબ મતદાન દરમિયાન બૂથ પર ભીડ એકત્રિત ન થાય તે માટે બૂથોની સંખ્યા 50 ટકા સુધી વધારવામાં આવી રહી છે. ગત ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં 72 હજાર બૂથ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે 1.6 લાખ બૂથ બનાવવામાં આવી શકે છે. એક બૂથ પર 1000થી વધુ મતદાતા ન હોય તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ચૂંટણી સભાઓ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે થશે
ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો સભા તો કરી શકશે, જોકે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું જરૂરી હશે. ચૂંટણી આયોગ સભા કરવાનું સ્થળ પહેલેથી નક્કી કરી દેશે. ચૂંટણી આયોગ આ બાબતે દિશા નિર્દેશ આપશે. તેના માટે એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી રહી છે.
મતદાન કરાવનાર કર્મચારીઓ પીપીઈ કિટ પહેરીને ફરજ બજાવશે
કોરોના સંક્રમિતો માટે અલગ બુથ બનાવવામાં આવશે. આ બુથો પર મતદાન કરાવનાર કર્મચારીઓ પીપીઈ કિટ પહેરીને તહેનાત રહેશે. મતદાનના સમયે મતદાર ઈવીએમને અડકી ન શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી શકે છે. મતદાન કરાવનાર કર્મચારી ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક સીટની પાછળ રહેશે. મતદાન કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવશે.
બિહાર વિધાનસભાની 2015ની સ્થિતિ
કુલ સીટઃ 243
પાર્ટી | સીટ |
જદયુ | 71 |
ભાજપ | 53 |
રાજદ | 80 |
કોંગ્રેસ | 27 |
લોજપા | 2 |
રાલોસપા | 2 |
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા | 3 |
હમ | 1 |
અપક્ષ | 4 |