જેમ જેમ વિશ્વમાં કોરોના મહામારી વધી રહી છે એમ એમ જ હાલ બળાત્કારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જ્યારથી કોરોના ભારતમાં આવ્યો છે ત્યારથી જ ભારતના વિવધ રાજ્યોમાં બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં બળાત્કારના કેસોની સંખ્યામાં બમણો બધારો થઇ રહ્યો છે એવું જણાઈ રહ્યું છે. તંત્ર દ્વારા આ નરાધમોને કોઈ સજા નથી કરવામાં આવતી જેના કારણે આજે બળાત્કારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. પણ આજે સુરત શહેરમાં બે નરાધમોને 20 વર્ષની જેલની સજા સંભળાવી છે.
સુરતમાં બળાત્કારની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં આજે સુરત કોર્ટે બળાત્કારની બે ઘટનાઓના આરોપીઓને સજા ફટકારી છે. તેમાં પહેલી ઘટનામાં આરોપી ખટોદરા વિસ્તારનો છે. આ ઘટનાના આરોપીએ પોતાની સાળી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની જ સાળી સાથે બળાત્કાર કરવાના આરોપમાં આ નારાધ્મી વ્યક્તિને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બીજી ઘટનામાં એક બનેવીને વીસ વર્ષની કેદની સજા ફટકારી છે

બીજી ઘટના જોવા જઈએ તો તે રાંદેર વિસ્તારની છે. જ્યાં એક નરાધમ બાપે પોતાની જ દીકરી પર બળાત્કાર કર્યો હતો. જેમાં કોર્ટે તેને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. રાંદેર વિસ્તારના આ નરાધમે પોતાની જ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ બંને કેસ આજે કોર્ટમાં ચાલ્યા હતા. જેમાં બંને નો ચુકાદો આવી ગયો હતો અને બંને આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.