અમદાવાદ:પત્રવધૂને માર મારવાનો મામલો, કોર્ટે પોપ્યૂલર ગ્રૂપના રમણ પટેલ અને તેના દીકરા મૌનાંગના આગોતરા જામીન ફગાવ્યા

0
300

પુત્રવધૂ ફીઝુએ નિવેદનમાં કહ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા પતિ મૌનાંગે શ્વાસ રૂંધાય ત્યાં સુધી ગળું દબાવી રાખી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો

પોપ્યૂલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ તેમના પુત્ર મૌનાંગ સામે પોલીસે મારામારી અને ઘરેલુ હિંસાની ફરિયાદમાં હત્યાની કોશિશની કલમ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. 17 ઓગસ્ટે પુત્રવધૂ ફીઝુએ પોલીસ નિવેદનમાં કહ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા પતિ મૌનાંગે શ્વાસ રૂંધાય ત્યાં સુધી ગળું દબાવી રાખી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. મૌનાંગનું આ કૃત્ય હત્યાની કોશિશની વ્યાખ્યામાં આવતું હોવાથી વસ્ત્રાપુર પોલીસે આ કલમ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કરી હત્યાની કોશિષની કલમ ઉમેરી હતી. ત્યાર બાદ ફિઝુના સાસરિયાઓએ ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ મામલે કોર્ટે આજે યુવતીના પિતા મુકેશભાઈ અને સાસુ મયુરિકાબહેનને જામીન આપ્યા છે, જ્યારે સસરા રમણ પટેલ અને પતિ મૌનાંગ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે.

હત્યાના પ્રયાસની કલમ લાગી હોવાથી આગોતરા જામીન ના મળ્યા
હત્યાની કોશિશની કલમમાં 7 વર્ષ કરતાં વધારે સજા થઇ શકે છે. પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર પરિવાર સામે હત્યાની કોશિશની કલમ ઉમેરી હોવાથી તેમને આગોતરા જામીન મળવા મુશ્કેલ હતા, તેવું કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે.

રમણ પટેલ પરિવાર હજુ સુધી લાપતા
વસ્ત્રાપુર પોલીસની ટીમો રમણ પટેલ, મયૂરિકાબહેન, મૌનાંગ અને મુકેશ પટેલને પકડવા કામે લાગી છે. પરંતુ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. આ ચારેય અમદાવાદ બહાર કોઇ જગ્યાએ છુપાયા હોવાની પોલીસને શંકા છે.

ફરિયાદી ફીઝુનાં માતા-પિતા અલગ રહે છે
ફિઝુની માતા જાનકીબહેનના લગ્ન મુકેશભાઇ પટેલ સાથે થયા હતા. ફીઝુના જન્મના 6 જ વર્ષ બાદ મનમેળ નહીં રહેતા બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા જાનકીબહેને જણાવ્યું હતું કે, મારી દીકરીએ 9 વર્ષ સુધી ત્રાસ અને માર સહન કર્યો છે. જ્યારે હવે ન્યાય અને બદલો લેવાનો સમય આવી ગયો છે.

સિંધુ ભવન રોડ પર વૈભવી ઓફિસ છે
મૌનાંગ સિંધુ ભવન રોડ ઉપર એસબીઆર ફૂડ કોર્ટ ધરાવે છે, જેના ભાડાની મહિને લાખોની આવક છે. તેની બાજુમાં મૌનાંગની વૈભવી ઓફિસ આવેલી છે. આ ઓફિસ કોઇ ઉદ્યોગપતિની ઓફિસને પણ ટકકર મારે એટલી વૈભવી છે.

શું છે સમગ્ર મામલો
16 ઓગસ્ટે રમણ પટેલની પુત્રવધુએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, જજીસ બંગલા રોડ પર આવેલા દીપ ટાવરમાં રહેતી ફીઝુના લગ્ન સેટેલાઈટમાં રહેતા પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણભાઇ પટેલના દીકરા મૌનાંગ સાથે થયા હતા. 1 ઓગસ્ટે તેમની દીકરી આર્યાનો જન્મ દિવસ હોવાથી પરિવારના સભ્યો, ફીઝુની માતા જાનકીબહેન – પિતા મુકેશભાઇ પટેલ ભેગા થયા હતા. રાતે 11 વાગ્યે ફીઝુ અને જાનકીબહેન બેઠક રૂમમાં બેઠા હતા. થોડીવાર પછી ફીઝુના સાસુ – સસરા, ફીઝુ અને જાનકીબહેનને બધાની વચ્ચે કહેવા લાગ્યા હતા કે ‘તું પિયરમાંથી કંઈ લાવી નથી.તે પૈસા જોઈને અમારા દીકરી સાથે લગ્ન કર્યા છે, તમે બંને મા-દીકરી લૂટારીઓ છો. તેમ કહીને રમણભાઇએ મૌનાંગને કહ્યું હતું કે, લાત મારીને કાઢી મુક આ લોકોને ઘરમાંથી. જ્યારે મુકેશભાઇએ કહ્યું હતું કે, આ મા -દીકરીને તો મારો તો જ સીધી થશે. તેમ કહેતા બધા એ ભેગા મળી ફીઝુ અને જાનકીબહેન સાથે ઝઘડો કર્યો હતો, રાતે 3 વાગ્યે મુકેશભાઇ અને મૌનાંગ ગેસ્ટ રૂમમાં આવ્યા હતા. જ્યારે મૌનાંગે ફીઝુને 6થી 7 લાફા મારી દીધા હતા તેમ જ મોઢા અને નાક ઉપર ફેંટો મારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here