ઉત્તર પ્રદેશના સીતાપુરની 15 વર્ષીય સગીર બાળકી પર ગેંગરેપનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતાના કહેવા પ્રમાણે, ગામના જ ત્રણ લોકો પર સામુહિક બળાત્કારનો આરોપ છે. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, યુવતીની હાલત બરાબર છે. તે ડોકટરોની દેખરેખ હેઠળ છે.
આ ઘટના બિસ્વાન પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ગામના ત્રણ યુવકોએ 15 વર્ષની એક યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતા શૌચ માટે ઘરની બહાર ગઈ હતી. ગામના ત્રણ યુવકો વિશાલ, આલોક અને કુલદીપે ગામની લાઈટો બંધ કરી દીધી હતી અને યુવતીને ગામની બહાર લઈ ગયા અને ખેતરમાં જઈને બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિત 15 વર્ષીય સગીર બાળકી
પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો
પીડિતાનો આરોપ છે કે, આ ઘટના બાદ આરોપી તેને ઘરની બહાર છોડીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા અને ત્યારબાદ પીડિતાએ પરિવારના લોકોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગેંગરેપની સંબંધિત કલમોમાં ગુનો નોંધી પીડિતાને તબીબી તપાસ માટે મોકલી આપી છે.
ત્રણેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે
આ કેસમાં ઇન્સ્પેક્ટર બિસ્વાનનું કહેવું છે કે પીડિતા સગીર છે, તેથી આરોપીઓ સામે 376 પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પીડિતાના મેડિકલ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.