ગણેશ ચતુર્થી:શનિવારે ગણપતિ સ્થાપના માટે સવારે 7:29 થી શરૂ થશે શુભ મુહૂર્તઃ આ રીતે પૂજા વિધિ, મંત્ર અને આરતી કરો

0
346

ગણેશ પુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ ગણેશજીનો જન્મ થયો હતો. આ તિથિએ ગણેશ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે ગણેશ સ્થાપનાથી જ ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવે છે. જે 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મશાસ્ત્રના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે ગણેશજીના પ્રસન્ન થવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થાય છે. ગણેશ ચતુર્થીએ નવા બિઝનેસની શરૂઆત, ઘરેણાં, પ્રોપર્ટી અને વાહનની ખરીદારી પણ શુભ રહે છે.

શુભ સંયોગઃ ચોથના દિવસે ચાર ગ્રહો સાથે હસ્ત નક્ષત્રઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ વર્ષે ગણેશ ચતુર્થીએ ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિથી સાધ્ય અને રવિયોગ બની રહ્યો છે. તેની સાથે જ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં ચંદ્ર રહેશે. ખાસ વાત એ છે કે સૂર્ય, મંગળ, ગુરુ અને શનિ આ 4 ગ્રહ પોતાની જ રાશિઓમાં રહેશે. જેથી આ દિવસ વધારે ખાસ બની ગયો છે. ગ્રહ-નક્ષત્રોના આ શુભ સંયોગમાં ગણેશ સ્થાપના થવાથી સમૃદ્ધિ અને સુખ-શાંતિ મળશે. ત્યાં જ, અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થશે. પદ્મ પુરાણ પ્રમાણે ગણેશજીનો જન્મ મધ્યાહન કાળમાં થયો હતો. એટલે આ સમયે ગણેશ સ્થાપના અને પૂજા કરવી જોઇએ.

ઘર-દુકાન અને ઓફિસમાં ગણેશ સ્થાપનાના મુહૂર્તઃ-

સવારેઃ- 7:29 થી 9:45

બપોરેઃ- 2:15 થી સાંજે 4:21 સુધી

સાંજેઃ- 7:42 થી રાતે 9:10 સુધી

ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઇએઃ-

ઘર, ઓફિસ અથવા અન્ય સાર્વજનિક જગ્યાએ ગણેશ સ્થાપના માટે માટીની મૂર્તિ બનાવવી જોઇએ. ઘર કે ઓફિસમાં સ્થાયી રૂપથી ગણેશ સ્થાપના કરવા માંગો છો તો સોના, ચાંદી, સ્ફટિક અથવા અન્ય પવિત્ર ધાતુ કે રત્નથી બનેલી ગણેશ મૂર્તિ લાવી શકો છો. ગણેશ પ્રતિમા કોઇ જગ્યાએથી ખંડિત હોવી જોઇએ નહીં. તેમાં ગણેશજીના જમણાં હાથમાં અંકુશ, પાશ અને લાડવો હોય તથા ડાબો હાથ વરમુદ્રામાં એટલે આશીર્વાદ આપતો હોવો જોઇએ. ખભા ઉપર નાગ સ્વરૂપે જનોઈ અને વાહન સ્વરૂપે મૂષકનું હોવું જરૂરી છે.

ગણેશ ચતુર્થી પૂજા અને સ્થાપના વિધિઃ-

1. સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવાં.

2. પૂજન સ્થાને પૂર્વ દિશા તરફ મો રાખીને આસન ઉપર બેસવું.

3. તમારી સામે નાના બાજોટ ઉપર સફેદ કપડું પાથરીને તેના ઉપર એક થાળીમાં ચંદન કે કંકુથી સ્વસ્તિક બનાવો.

4. સ્વસ્તિક ઉપર ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો અને પછી પૂજા શરૂ કરો.

5. ત્યાર બાદ સંકલ્પ લઇને પૂજા શરૂ કરો.

પૂજા શરૂ કરતાં પહેલાં આ મંત્ર બોલો
गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्ं।
उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्॥

  • ऊं गं गणपतये नम: મંત્ર બોલીને ગણેશજીની પ્રતિમા ઉપર જળ ચઢાવો
  • ચંદન, અબીર, ગુલાલ, હળદર, ચોખા, સિંદૂર, મોલી અને હાર-ફૂલ ચઢાવો.
  • દૂર્વા, ફળ, જનોઈ અને શ્રદ્ધા પ્રમાણે અન્ય સામગ્રી ચઢાવો.
  • ગણેશજીને ધૂપ-દીપના દર્શન કરાવો. પછી આરતી કરો.
  • આરતી પછી 21 લાડવાનો ભોગ ધરાવો. જેમાંથી 5 લાડવા મૂર્તિ પાસે રાખો અને 5 બ્રાહ્મણોને દાન કરી દો.
  • બાકી લાડવાનો પ્રસાદ ભક્તોમાં વહેંચી દો. પછી બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપીને સાંજે તમે ભોજન કરો.

પૂજા પછી આ મંત્ર બોલીને ગણેશજીને નમસ્કાર કરો
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय |
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

ગણેશજીની આરતી-

આરતી મંત્રઃ-
चंद्रादित्यो च धरणी विद्युद्ग्निंस्तर्थव च |
त्वमेव सर्वज्योतीष आर्तिक्यं प्रतिगृह्यताम ||

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા| માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || (જય ગણેશ જય ગણેશ…)

અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા | બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || (જય ગણેશ જય ગણેશ…)

પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા || (જય ગણેશ જય ગણેશ…)