હવામાન વિભાગની આગાહી મુજબ , આવતીકાલે અને પરમદિવસે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે . આ આગાહીના આધારે આઈએમડી દ્વારા ગુજરાતના તમામ વિસ્તારો સહિત આખા રાજ્યને શનિવાર અને રવિવારે ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે. રવિવાર માટે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ અને દીવમાં રેટ એલર્ટ જ્યારે અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
અહેવાલ :- સાગર સંઘાણી ,જામનગર