તહેવાર પર આતંકવાદનું જોખમ:દિલ્હીમાં ISનો આતંકી IED વિસ્ફોટક સાથે ઝડપાયો, પોલીસ અને આતંકી વચ્ચે ફાયરિંગ પણ થયું

0
248
  • ઝડપાયેલો આતંકી અબૂ યૂસુફ ખાન લોકોની રેકી કરી રહ્યો હતો
  • કાવતરામાં સામેલ અન્ય ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે

તહેવાર પર કોરોનાની સાથે હવે આતંકવાદનું જોખમ પણ વધી રહ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે એન્કાઉન્ટર પછી ઈસ્લામિક સ્ટેટ(ISIS)ના એક આતંકીને ઝડપી લીધો છે. તેની પાસેથી IED વિસ્ફોટક પણ મળ્યો છે. વિસ્ફોટકને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યો છે. ઝડપાયેલા આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. સ્પેશ્યલ સેલના DCP પ્રમોદ સિંહ કુશવાહે આ અંગેની માહિતી આપી છે.

મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલો આતંકી અમુક લોકોની રેકી કરી રહ્યો હતો. કાવતરામાં સામેલ અન્ય ઘણા લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવાશે.મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે એન્કાઉન્ટર દરમિયાન બીજો આંતકી ફરાર થઈ ગયો, તેની શોધમાં પોલીસ ઘણા વિસ્તારોમાં રેડ પાડી રહી છે.

ISના કનેક્શનના આરોપમાં બેંગલુરુમાં ડોક્ટર ઝડપાયો હતો
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સોમવારે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલો ડોક્ટર રહમાન(28) MS રમૈયા મેડિકલ કોલેજમાં ઓપ્થોલમેલોજિસ્ટ રહી ચુક્યો છે. રહમાનની લિંક IS સાથે જોડાયેલી હોવાનો આરોપ છે. રહમાનની ધરપકડ IS સાથે જોડાયેલા એક વ્યક્તિ અને તેની પત્ની પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. પતિ-પત્ની માર્ચમાં દિલ્હીમાં ઝડપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here