કચ્છના નલિયા એરબેઝમાં તેજસની પ્રથમ સ્ક્વોડ્રન બનશે, એરફોર્સ HAL પાસેથી માર્ક-1 તેજસ વિમાનો ખરીદશે

0
221

ગુજરાતના નલિયા અને રાજસ્થાનના ફલૌદી એરબેઝ પર વિશ્વના સૌથી હળવા ફાઇટર જેટ તેજસની સ્ક્વોડ્રન તહેનાત કરાશે. આ બન્ને સરહદો પાકિસ્તાન સીમાની નજીક આવેલી છે. દેશની પશ્ચિમી સરહદે તેજસ વિમાનોની પ્રથમ સ્ક્વોડ્રન નલિયામાં બનશે. એક સ્ક્વોડ્રનમાં ઓછામાં ઓછા 18 વિમાન હોય છે. એટલે કે નલિયા એરબેઝમાં 18 કે તેથી વધુ તેજસ ફાઇટર પ્લેન અહીં તહેનાત કરાશે. એચએએલ પાસેથી એરફોર્સ માર્ક-1એ તેજસ વિમાન ખરીદશે. જેમાંથી નવી સ્ક્વોડ્રન બનશે.

નલિયા અને ફલૌદી વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના એરબેઝ છે. અહીં તેજસને તહેનાત કરવાની તૈયારી લાંબા સમયથી થઈ રહી હતી. તેના માટે તમિલનાડુના સુલૂર એરબેઝમાંથી તેજસ વિમાન અનેકવાર અહીં આવી ચૂક્યાં છે તથા પશ્ચિમી સરહદે ઉડાન ભરી ચૂક્યા છે. નલિયા અને જેસલમેરમાં અત્યાર સુધીમાં 6-7 તેજસ વિમાનોનું ટ્રાયલ થઈ ચૂક્યું છે. જૂનમાં ફલૌદી એરબેઝ પર પણ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. મિગ શ્રેણીના વિમાનો ફેઝઆઉટ થતા પશ્ચિમી સરહદે સુરક્ષાના કારણોસર સ્વદેશી વિમાનોને તહેનાત કરવામાં આવે છે. મોટાભાગના તેજસ વિમાનો મિગ શ્રેણીના વિમાનોનું સ્થાન લેશે. હાલમાં જ 15મી ઓગસ્ટની ઉજવણી દરમ્યાન લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ આ અંગે જાહેરાત કરી હતી. કચ્છના નલિયા એરબેઝથી પાકિસ્તાનનું હવાઈ અંતર માત્ર 40થી 50 કિમી છે. આ સ્થિતિમાં હવાઈ, જમીન અને સમુદ્રી સુરક્ષા માટે આ સ્થળ મહત્ત્વનું છે.

તેજસ વિમાનોની ખાસિયત

  • સ્પીડ: 1.6 મેક (અવાજની ગતિ કરતા દોઢ ગણી વધુ ઝડપ) 2200 કિમી પ્રતિ કલાક
  • વજન: 6560 કિલો. વિશ્વનું સૌથી હળવુ ફાઇટર જેટ
  • ક્ષમતા: 2458 કિલો સુધીનું ફ્યુઅલ લઈને ઊડી શકે છે.
  • ટેક ઑફ: 460 મીટરના રનવે પછી ઊડી શકે છે
  • અપ્રોચ: 2300 કિમી સુધી સતત ઊડી શકે છે
  • હાઇટ: 50 હજાર ફૂટ સુધી ઊડવાની ક્ષમતા
  • હથિયાર: લેઝર ગાઇડેડ મિસાઇલ, ઇઝરાયેલી આયુધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here