ગુજરાતમાં આગામી 3 દિવસ તોફાની પવન સાથે આવી શકે છે વરસાદ, જાહેર કરાયું ઓરેન્જ અલર્ટ

0
461

હવામાન વિભાગ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 22, 23 અને 24 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે પૂરની શક્યતા પણ રહેલી છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરી છે. ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

22 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 22 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, આણંદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદ પડશે.

23 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 23 ઓગસ્ટના રોજ આણંદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here