કેશોદ તાલુકાના અજાબ – શેરગઢ ખાતે બિરાજતા ખોડલધામ મંદિર નો અહેવાલ જોઈએ

0
838

કેશોદ થી અંદાજે ૧૭ કિમી દુર આવેલ ખોડલધામ જે અજાબ થી નજીક આવેલ નાગલધામ નજીક ૧૨૫ વર્ષ જુનો ચારણનો ટીંબો આવેલ હતો તેમાં ચારણોની ૭૦૦ વિઘા જમીન હતી આ ચારણના ટીંબા પાસે જુનું ખોડીયાર માતાજી નું સ્થાનક આવેલ હતું જ્યાં હાલ લીલી વનરાય વચે સૌંદય શોલે કળાએ ખીલ્યો હોઈ અને બાજુમાં જ ૧૫ ફૂટ ધોધ પણ પડે છે જે જોવા લાયક છે જ્યાં ખોડીયાર માતાજી નું સ્થાનક આવેલ છે જે હાલમાં અહિયાં નાગબાઈ યુવક મંડળ દ્વારા ફંડ એકત્રિત કરી ને લાખોના ખર્ચે રાજસ્થાનના લાલ પથરોથી મંદિર બનાવવામાં આવેલ છે આ મંદિરની બાજુમાં ધોધ પડે છે તે ત્રણ ગામમાં નિકળતી નદીનું મથાનાનું છે ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં વેલા ભગતની ગુફા પણ આવેલ છે વેલા ભગતે અનેક જગ્યાએ તપ કરી ને સમાધી પણ લીધેલ છે ખોડલધામ મંદિર ની એક વાર દર્શન નો લાભ લઇ ને ધન્યતા અનુભવ્યા જેવી છે..


અહેવાલ :- અનિરૂદ્ધસિંહ બાબરીયા – કેશીદ