દેવ નદીમાં પૂરને પગલે કોઝવે પાણીમાં ગરકાવ, ધસમસતા પાણીમાં સગર્ભાને ઝોળીમાં બાંધીને જીવના જોખમે દવાખાને લઇ જવાઇ

0
281
  • દેવ નદીમાં પૂરને પગલે ડેડિયાપાડાનું માથાસર ગામ દર વર્ષે સંપર્ક વિહોણું બની જાય છે
  • ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતા 108 એમ્બ્યુલન્સની સેવા ન મળતા ઘણા લોકોના મોત થાય છે
  • આગામી દિવસમાં 22 સગર્ભા મહિલાઓની પ્રસુતિની તારીખ આવે છે, તેમને સારવાર લેવી મુશ્કેલ બનશે

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા માથાસર ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા દેવ નદીના ધસમસતા પાણી પ્રવાહમાં જીવના જોખમે તેના પરિવારજનોએ ઝોળીમાં બાંધીને લઈ જવા લાચાર બન્યા હતા.

108 એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા સારવારના અભાવે લોકોના મોત થાય છે
અવિરત વરસાદને કારણે માથાસર ગામ પાસે નદી પર બનેલા નાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા ગામ લોકોનો વાહન વ્યવહાર બંધ થયો છે. દર ચોમાસામાં આવી વિકટ પરિસ્થિતમાંથી પસાર થતાં આ ગામના લોકોને 108 એમ્બ્યુલન્સની તથા સ્વાસ્થ્યની ઈમરજન્સી સેવાનો લાભ મળતો નથી. જેના પગલે અનેક લોકોના મોત થતાં હોય છે. હજી તો આ વિસ્તારની 22 સગર્ભા મહિલાઓ સરકારી ચોપડે નોંધાયેલી છે, જેમને તબીબોએ ઓગસ્ટથી ઓક્ટોબરની સંભવિત ડિલિવરીની તારીખ આપી છે. જેમને પણ 108ની સુવિધા મળવી અશક્ય છે.

કોઝવે પર પાણી ફરી વળતા 108 એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા જોખમ ખેડ્યુ

કોઝવે પર પાણી ફરી વળતા 108 એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા જોખમ ખેડ્યુ

સગર્ભા મહિલાને ઝોળીમાં બાંધીને કોઝવેના પૂરમાં જીવ જોખમે નદી પાર સારવાર અર્થે લઇ ગયા
માથાસર ગામની સગર્ભા ચંદ્રિકાબેન વસાવાને પ્રસુતિ પીડા ઉપડતા તેને સમય સુચકતા વાપરી પરિવારજનોએ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવા તજવીજ હાથ ધરી હતી. ગામ લોકો આ મહિલાને એક લાકડા સાથે ઝોળીમાં બાંધીને વાંદરી ગામ નજીક નદી પર આવેલા કોઝવેના પૂરમાં જીવ જોખમમાં મૂકી નદી પાર સારવાર અર્થે લઈ ગયા હતા

.આસપાસના ગામો માટે કોઝવે માથાનો દુઃખાવો બન્યો
ડેડીયાપાડાના કણજી, વાંદરી, ડુંડાખલ, માથાસર સહિતના અનેક ગામોના લોકો માટે દેવ નદી પરનો કોઝવે માથાનો દુઃખાવો બન્યો છે. મોટી નદી હોવા છતાં નાનકડો કોઝવે બનાવી દેવાતા દર ચોમાસે પાણીમાં ગરકાવ થઈ જાય છે.