પટેલ સમાજનું ગૌરવ બની જાનકી કળથીયા: સૌથી નાની ઉંમરે કોરોના દર્દી માટે પ્લાઝમા ડોનેટ કર્યું

0
341

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. કોરોનાથી સંક્રમિત થયેલ દર્દીઓ સ્વસ્થ થયા બાદ એમનાં પ્લાઝમાનું દાન લઈને અન્ય વ્યક્તિનું જીવન બચાવવામાં આવે છે. લોકોમાં પ્લાઝમાનાં દાનને લઈને ઘણી જાગૃતતા પણ આવી છે.

રાજ્યમાં આવેલ સુરતમાંથી એક વ્યક્તિએ કુલ 75 વખત પ્લાઝમાનું દાન કર્યું હતું. હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.માત્ર 21 વર્ષની દિકરી જાનકી કળથીયા એ સૌથી નાની ઉંમરની યુવતી પ્લાઝમા ડોનર બની છે.

અત્યાર સુધીમાં સૂરત શહેરમાં કુલ 690 જેટલા લોકોએ પ્લાઝમાનું દાન કર્યું છે, જેમાંથી જાનકી કળથીયાએ ત્રીજા નંબરની મહિલા ડોનર બની છે. પહેલાં પણ સિવિલ હોસ્પિટલમાં માત્ર 27 વર્ષની ડો.શ્વેતા કુમાર તથા માત્ર 28 વર્ષની શૈલી મહેતાએ પ્લાઝમાનું દાન કર્યું હતું.

સમગ્ર રાજ્યમાં સૌથી વધારે પ્લાઝમાનું દાન કરવા માટે સુરતીઓ અગ્રેસર રહ્યાં છે. સમાજ તેમજ બીજા યુવા મહિલાને દાન કરવાંની પ્રેરણા પુરી પાડીને જાનકી અઠવાલાઈન્સ પર આવેલ B.R.C.M. કોલેજમાં B.B.A. નાં કુલ 3 વર્ષમાં અભ્યાસ કરી રહી છે. કુલ 15 દિવસ પછી બીજી વખત પ્લાઝમાનું દાન કરવાનો સંકલ્પ પણ કરેલો છે.

મૂળ બોટાદ જિલ્લાનાં વતની તથા હાલમાં સુરત શહેરમાં આવેલ વેડરોડ વિસ્તારમાં સ્થિત કેન્સર હોસ્પિટલની નજીક ન્યાલકરણ સોસાયટીમાં રહેતાં જાનકી અશ્વિનભાઈ કળથીયાને પ્લાઝમાનું દાન કરવાં માટે એનાં મામા મહેશભાઈ ચમારડીએ ખુબ જ પ્રેરણા આપી હતી.

આ અંગે મહેશભાઈએ જણાવતાં કહ્યું હતું, કે હાલમાં જ મારા મિત્ર દર્શનભાઈ સલીયાએ મને એન્ટી બોડી ટેસ્ટ અંગેની માહિતી આપીને કોરોનાનાં સામાન્ય લક્ષણો હોય તેમજ સાજા થયા પછી આ ટેસ્ટ કરવાંથી આપણે કોરોના સંક્રમિત થયાં હતાં કે નહીં તથા શરીરમાં એન્ટીબોડીની હાજરી બાબતનો ખ્યાલ પણ આવી જતો હોય છે.

જો, શરીરમાં એન્ટીબોડી બનેલું હોય તો કોરોનાનું ઇન્ફેકશન લાગ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે તથા વ્યક્તિ પ્લાઝમાનું દાન પણ કરી શકે છે. જેથી મેં મારી ભાણેજ જાનકીનો ખાનગી લેબમાં એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં એન્ટીબોડી હોવાંનું માલૂમ પડ્યું હતું.

જાનકી પ્લાઝમાનું દાન કરવાં માટે ખુબ જ ઉત્સાહી હોવાંને કારણે અમે સ્મીમેર હોસ્પિટલમાં આવેલ બ્લડ બેંકમાં જઈને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. સ્મીમેરની પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહ તેમજ સ્ટાફ દ્વારા અમને પુરેપુરો સહયોગ આપીને ઘણાં મદદરૂપ પણ બન્યા હતાં.

જાનકીએ આગળ જણાવતાં કહ્યું હતું, કે 8 જુલાઈનાં રોજ મને તાવ, શરદી તેમજ ઉધરસ જેવાં ઘણાં લક્ષણો જણાઈ આવ્યાં હતાં. જેથી પડોશમાં રહેતાં તેમજ ખુબ જ પ્રખ્યાત ડો.સમીર ગામીનાં સૂચન મુજબ સિટી સ્કેન પણ કરાવ્યું હતું પણ સિટી સ્કેનમાં કોરોનાનાં લક્ષણો હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું ન હતું.

જેથી ડો. સમીર ગામીએ સાવચેતીનાં ભાગરૂપે કુલ 5 દિવસ માટે હોમ આઈસોલેશનમાં જ રહેવાં માટે જણાવ્યું હતું. પ્રાથમિક સારવાર પછી હું સ્વસ્થ પણ થઈ ગઈ હતી. પહેલાં ખાનગી લેબમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવીને ત્યારપછી પ્લાઝમાનું દાન કરવાં માટે જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આવી હતી ત્યારે સ્મીમેરની બ્લડ બેંકમાં પણ મારો એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં કોન્વેલેસન્ટ પ્લાઝમાની માત્રા હોવાંથી મેં 19 ઓગસ્ટે પ્લાઝમાનું દાન પણ કર્યું હતું. મારી જેવાં કોરોનાથી અજ્ઞાત લક્ષણો ધરાવતાં લોકો પણ સ્વસ્થ થઈ શરીરમાં એન્ટીબોડીને આધારે પ્લાઝમાનું દાન કરીને કોરોના સામેની લડાઈમાં યોગદાન આપી શકીએ છીએ.

મને ખુબ જ ગર્વ છે, કે હું પણ 2 દર્દીઓનાં જીવન બચાવવામાં ખુબ જ સહભાગી પણ થઈ શકીશ એવું જાનકીએ ઉત્સાહભર્યા સ્વરે જણાવતાં કહ્યું હતું.