કોરોનાવાયરસ જીવલેણ બની રહ્યો છે. પ્રયાગરાજના એસઆરએન હોસ્પિટલમાં સંક્રમિત દર્દીના મૃત્યુનો વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા એક યુવકનું મૃત્યુ આંતરડા ફાટવાને કારણે થયું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર તેના આંતરડામાં સંક્રમણ હતું, જેનાથી તે ફાટી ગયા. બહરીયામાં રહેતા ૨૫ વર્ષીય યુવકને કોરોના સંક્રમણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના આંતરડામાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી જેનાથી તેના આંતરડાં ફાટી ગયા અને સેફ્ટીસિમિયાને કારણે તે યુવકનો જીવ ચાલ્યો ગયો.
ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં બુધવારના રોજ એક જ દિવસમાં રેકોર્ડ 293 સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યા ચોંકાવનારી છે, પરંતુ રાહતની વાત એ પણ છે કે કોરોના સંક્રમણને હરાવીને મુક્ત થનારની સંખ્યા પણ વધી રહી છે.અલગ-અલગ હોસ્પિટલોમાંથી 65 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 215 લોકોને ગૃહ આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. સીએમ મેજર ડોક્ટર બાજપેઈના જણાવ્યા અનુસાર ૨૦ ઓગસ્ટના રોજ 2327 સંભવિત સંક્રમિતોના નમૂનાની તપાસ કરવામાં આવી હતી.
તેમાંથી 2318 લોકો નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે 293 લોકો નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સંકાર્મીતોને તેના લક્ષણના આધારે હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર દેશમાં ૭૦,૦૦૦ની નજીક કોરોનાના કેસ મળ્યા છે. તેમજ ઘણા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે.તેની સાથે-સાથે કોરોનાથી મુક્ત થનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે.