કેશોદ શહેરમાં ચૌદસ સુધી ગણેશોત્સવ નો થયો પ્રારંભ…

0
378

કેશોદ: ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસ થી કેશોદ શહેર-તાલુકા માં ચૌદસ માટે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશ મુજબ જાહેર સ્થળો એ ગણેશોત્સવ કરવાની પરવાનગી આપવામાં ન આવતાં જુદા-જુદા વિસ્તારોમાં યુવક મંડળો દ્વારા ઘરમાં ત્રણ ફુટ થી નાની કલાત્મક મૂર્તિઓ ની સાદગીપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતાં હતાં એ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે યોજી શકાશે નહીં ત્યારે ઓનલાઈન દર્શન તથા પૂજન આરતી ની આયોજકો દ્વારા વ્યવસ્થા કરી વિકલ્પ પસંદ કર્યો છે. કેશોદ શહેર-તાલુકા માં જુદા-જુદા વિસ્તારોમાં દૂંદાળા દેવ ગજાનંદ ગણપતિ દાદા ની સ્થાપના કરવામાં આવી છે. આનંદ ચૌદસ સુધી નિયમિતપણે પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારબાદ સાદગીપૂર્ણ રીતે પવિત્ર નદીઓ સરોવરો માં વિસર્જન કરવામાં આવશે. કેશોદ શહેરમાં કૃષ્ણનગર સોસાયટી માં શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે છવ્વીસ વર્ષથી ગણેશોત્સવ ઉજવવા માં આવે છે ત્યારે આ વર્ષે પણ ગણપતિ દાદા ની સ્થાપના કરી પરંપરા જાળવી રાખી છે અને કેશોદ શહેરમાં થી કોરોના મહામારી દુર થઇ કોરોના મુક્ત શહેર બને એવી રિધ્ધિ સિધ્ધિ નાં દાતા ગણેશજી ને પ્રાર્થના કરવામાં આવી છે.

અહેવાલ :- અનિરુધસિંહ બાબરીયા – કેશોદ