દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષકને રાષ્ટ્રીય એવોર્ડ આપવા ગુજરાતના આ ત્રણ શિક્ષકોની પસંદગી- જાણો વિગતે

0
339

હાલમાં કોરોના મહામારીને કારણે શિક્ષણ સંપૂર્ણરૂપે ઓનલાઈન જ કરી દેવામાં આવ્યું છે. દર વર્ષે 5 સપ્ટેંબરનાં રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આ મહામારીને ધ્યાનમાં લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

આ વર્ષે પણ ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકેનાં રાષ્ટ્રીય એવોર્ડની માટે રાજ્યમાંથી કુલ 3 શિક્ષકોની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવેલી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મૂળી તાલુકાનાં ટીડાણા ગામમાં રહેતા મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠાવત, સાબરકાંઠા જિલ્લામાં આવેલ વડાલી તાલુકાનાં કંજેલી ગામમાં રહેતાં પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર આની સાથે જ અમદાવાદમાં રહીને અંધ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાં સુધા ગૌતમભાઈ જોષીનો પણ સમાવેશ થાય છે.

આ કુલ 3 શિક્ષકોને આગામી 5મી સપ્ટેમ્બરનાં રોજ એટલે કે ‘શિક્ષક દિન’ નાં દિવસે રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવશે.અહી ઉલ્લેખનીય છે, કે આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી માટે આખાં દેશમાંથી 36 રાજ્યોમાંથી કુલ 47 શિક્ષકોને ભારત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા પસંદગી કરવામાં આવી છે.

એમાંથી ગુજરાત રાજ્યનાં પણ કુલ 3 શિક્ષકોની ‘શ્રેષ્ઠ શિક્ષક’ નાં રાષ્ટ્રીય એવોર્ડ માટેની પસંદગી કરવામાં આવેલી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકેનાં રાષ્ટ્રીય એવોર્ડની માટે પસંદગી પામેલ કુલ 3 શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવીને જણાવતાં કહ્યું છે, કે આ શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને ગુજરાત રાજ્યનાં શિક્ષણક્ષેત્રને વધુ ગૌરવવંતુ બનાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here