સપડા સિધ્ધિ વિનાયક મંદિરે ના મહાઆરતી ના દર્શન, સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિકોએ દર્શન કર્યા

0
319

પગપાળા પહોંચનારા ભાવિકોનો પ્રવાહ દરવર્ષ કરતા ઓછો રહયો

જામનગરમાં શનિવારે ગણેશ ચતુર્થીના શહેરથી 25 કીમી દૂર આવેલા સુપ્રસિધ્ધ સપડેશ્વર સિધ્ધી વિનાયક મંદિરે ભગવાન ગણેશજીની વિશેષ પૂજા અને શણગાર કરવામાં આવ્યા હતાં. દર વર્ષેની ગણેશચોથના બહોળી સંખ્યામાં લોકો જામનગર થી પગપાળા સપડા જતાં હોય છે અને ઠેર-ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પ પણ રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે જુજ સંખ્યામાં લોકો પગપાળા સપડા પહોંચ્યા હતાં.

સપડા મંદિરમાં પણ પૂજારી દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરની વ્યવસ્થા સાથે ભાવિકો માટે દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વહેલી સવારે ભગવાન ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ:-સાગર સંઘાણી, જામનગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here