સરધાર 108 મહિલા અને તેમના બાળક માટે દેવદૂત સાબિત થઈ.

0
391

પ્રાપ્ત માહિતી મુજબ ભાડલા ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.પરન્તુ મહિલા ને વધું દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ માં ડિલેવરી કરવાની ફરજ પડી હતી. ઇ.એમ.ટી ગોવિંદભાઇ રોજાસરા એ એમબ્યુલન્સ ને માર્ગ ઉપર રોકી મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી..
ગુજરાત સરકાર 108 ઈમરજંન્સિ સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઇ રહી છે જેનો વધું ઍક કિસ્સો આજ રોજ સામે આવીયો હતો.પ્રાપ્ત માહીતી અનુસાર તારીખ 23/08/2020 રવિવાર સવારે 06:36 વાગ્યે જસદણ તાલુકાના ભાડલા ગામમા રહેતાં (મૂળ દાહોદ જિલ્લા ના વતની મજૂરી કરવા માટે ભાડલા આવ્યા હતા) રેખાબેન રાજેશભાઈ બારૈયા ને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી જેથી108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા સરધાર ગામની 108 તાબડતોડ ભાડલા ગામે પહોચી ગયા હતાં. સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે દરમિયાન વધું દુઃખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108 માંજ કરાવવાની ફરજ પડી હતી અને બાળક ને ગરદન ફરતિ નાળ વિટાયેલી હતી જે 108 એમ્બ્યુલન્સનાં ઈ.એમ.ટી.ગોવિંદભાઇ રોજાસરા અને પાયલોટ પુનિતભાઈ વ્યાસ એ જસદણ શહેર ના મુખ્ય માર્ગ ઉપર એમ્બ્યુલન્સ ને રોકી સમયસર સુજ્બુજ વાપરી અને બાળક ના ગળા ની ફરતે નાળ કાઢી નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રીનો જીવ બચાવીયો હતો. ત્યારબાદ માતા અને પુત્રી ને CHC હોસ્પિટલ જસદણ ખાતે ખસેડવામાં આવીયા હતાં..
મહિલા અને તેમના પરિવાર દ્વારા 108 ની ટીમ નો આભાર વ્યક્ત કરેલ કરવામાં આવ્યો હતો.

અહેવાલ :-કરશન બામટા આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here