વરસાદને પગલે 8 સ્ટેટ હાઈવે સહિત 138 રસ્તા બંધ, 25 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયા ન ખેડવા આદેશ

0
327

રાજ્યભરમાં શનિવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના પગલે અનેક ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય ઠેરઠેર હાઈવે બંધ કરાયા છે અને વીજ પુરવઠો પણ ગ્રામ્ય વિસ્તારમાં ખોરવાયો છે. આ અંગે જાણવા મળ્યાનુસારની વિગતો નીચે દર્શાવવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા બે માસમાં થયેલાં વરસાદને પરિણામે 13,108 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલ 2077 લોકો આશ્રયસ્થાનોમાં છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વરસાદને પરિણામે 4  જિલ્લાના 43 ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. એ જ રીતે રાજ્યના એસટી બસની 6 રૂટ પરની 20 ટ્રીપો બંધ કરવામાં આવી છે. ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના 8 અને પંચાયત હસ્તકના 127 તથા અન્ય 3 મળી કુલ 138 રસ્તાઓ બંધ કરાયા છે. તે ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તા.25મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા આદેશો કરાયા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here