જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, શહેરમાં ખોરવાયો વીજ પુરવઠો, રસ્તા તુટી જતાં વાહનવ્યવહાર બંધ

0
545

જામનગર શહેર અને જિલ્લામાં પણ સોમવાર સવાર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત હતી. જોરદાર પવન સાથે શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ સાથે જ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે જેનાથી 20 જળાશયો ઓવરફ્લો થયા છે. રંગમતિ ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે, ઉંડ ડેમ ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે, જ્યારે આજી-3 ડેમના સાત દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા છે. આ સિવાય અન્ય જળાશયો પણ ઓવરફલો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. 

ભારે વરસાદ અને ધસમસતા પાણીના વહેણના કારણે જોડિયાથી મોરબી વચ્ચેનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. અહીં ભારે વરસાદના કારણે રસ્તો તૂટી જતા રસ્તો બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. માવનુ ગામ પાસે રસ્તો તુટી જતાં જોડિયાથી મોરબી વચ્ચે અવરજવર બંધ થઈ છે. 

અહેવાલ:- સાગર સંઘાણી ,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here