- ગઈકાલે રાજ્યના 60 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોઁધાયો હતો
- રાજ્યમાં સૌથી વધુ સાડા તેર ઈચ વરસાદ જામનગરના જોડીયા અને 13 ઈંચ વરસાદ મહેસાણાના કડીમાં નોંધાયો
છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ છે. આજે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના 126 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની સ્થિતિ છે. મોરબીના ટંકારા અને મોરબીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરેન્દ્રનગરના દસાડા, પાટણના સિધ્ધપુર, કચ્છના ભુજ, રાજકોટના ધોરાજી, મોરબીના વાંકાનેર, અમરેલીના વાડીયા અને સુરેન્દ્રનગરના થાનગઢમાં 2 ઈંચ વરસાદ નોઁધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયામાં સાડા તેર ઈંચ વરસાદ નોંધાયો હતો.

કડીમાં રોડ પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
મોરબી | ટંકારા | 75 |
મોરબી | મોરબી | 68 |
સુરેન્દ્રનગર | દસાડા | 56 |
પાટણ | સિધ્ધપુર | 54 |
કચ્છ | ભુજ | 50 |
રાજકોટ | ધોરાજી | 50 |
મોરબી | વાંકાનેર | 48 |
અમરેલી | વાડીયા | 45 |
સુરેન્દ્રનગર | થાનગઢ | 43 |
રાજકોટ | લોધિકા | 40 |
રાજકોટ | જામકંડોરણા | 39 |
સુરેન્દ્રનગર | મૂળી | 35 |
કચ્છ | અંજાર | 33 |
સુરત | ઉમરપાડા | 33 |
સુરેન્દ્રનગર | ચોટીલા | 33 |
સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા | 33 |
કચ્છ | રાપર | 30 |
પાટણ | સમી | 29 |
કચ્છ | ગાંધીધામ | 28 |
રાજકોટ | કોટડાસાંગાણી | 28 |
રાજકોટ | ગોંડલ | 26 |
રાજકોટ | ઉપલેટા | 26 |
સુરેન્દ્રનગર | સાયલા | 26 |

પાટણમાં કેડસમા પાણી ભરાયા હતા
રાજ્યના 60 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ
ગઈકાલે રાજ્યના 251 તાલુકા પર મેઘરાજા ઓળધોળ થઈને વરસી પડ્યા હતા. રાજ્યમાં 60 જેટલા તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ નોઁધાયો હતો. જેમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી મળતી વિગત અનુસાર રાજ્યનો સૌથી વધુ સાડા તેર ઈંચ વરસાદ જામનગરના જોડીયા અને 13 ઈંચ વરસાદ મહેસાણાના કડીમાં નોંધાયો હતો. આ સિવાય મોરબીના ટંકારામાં 11 ઈંચ, સુરતના ઉમરપાડામાં 10 ઈંચ, મોરબીમાં 10 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ, પાટણના સરસ્વતી, કચ્છના અંજાર અને મહેસાણાના જોટાણામાં 8 ઈંચ, સુરેન્દ્રનગરના મૂળી, મોરબીના વાંકાનેર, મહેસાણા, કચ્છના ભચાઉ અને સુરેન્દ્રનગરના થાનગઢમાં 7-7 ઈંચ વરસાદ નોઁધાયો હતો. પાટણના રાધનપુર, હારીજ, સિધ્ધપુર અને પાટણ, સુરેન્દ્રનગરના લખતર અને વઢવાણ, મોરબીના હળવદ, ગીર સોમનાથના ગીર ગઢડા, જૂનાગઢના વિસાવદર અને સાબરકાંઠાના વિજયનગરમાં 6-6 ઈંચ વરસાદ નોઁધાયો હતો.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી નદીનાળા છલકાયા
ગઈકાલે રાજ્યમાં નોઁધાયેલા 6 ઈંચથી વધુ વરસાદના આંકડા
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
જામનગર | જોડિયા | 338 |
મહેસાણા | કડી | 328 |
મોરબી | ટંકારા | 270 |
સુરત | ઉમરપાડા | 256 |
મોરબી | મોરબી | 249 |
મહેસાણા | બેચરાજી | 224 |
પાટણ | સરસ્વતી | 209 |
કચ્છ | અંજાર | 199 |
મહેસાણા | જોટાણા | 191 |
સુરેન્દ્રનગર | મૂળી | 177 |
મોરબી | વાંકાનેર | 177 |
મહેસાણા | મહેસાણા | 175 |
કચ્છ | ભચાઉ | 173 |
સુરેન્દ્રનગર | થાનગઢ | 167 |
પાટણ | રાધનપુર | 162 |
સુરેન્દ્રનગર | લખતર | 162 |
સુરત | સુરત શહેર | 162 |
સુરેન્દ્રનગર | વઢવાણ | 160 |
મોરબી | હળવદ | 157 |
પાટણ | હારીજ | 156 |
પાટણ | પાટણ | 152 |
ગીર સોમનાથ | ગીર ગઢડા | 150 |
પાટણ | સિધ્ધપુર | 149 |
જૂનાગઢ | વિસાવદર | 149 |
સાબરકાંઠા | વિજયનગર | 148 |