“તારક મેહતા ક ઉલ્ટા ચશ્માં” શોમાં જોવા મળશે “ન્યુ અંજલી”

0
337

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનો રોલ ભજવતા ગુરુચરણ સિંહ ઉપરાંત અંજલિ મેહતાનો રોલ ભજવતી નેહા મહેતાએ પણ શો છોડી દીધો છે.

તાજેતરમાં સબ ટીવીના શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી તારક મહેતાનો રોલ કરતી નેહા મહેતાની એકઝીટ થતાં ચાહકોને આંચકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે ભવ્ય ગાંધી અને દિશા વાકાણી ઉપરાંત રોશનસિંહ સોઢીનો રોલ કરનારા ગુરુચરણસિંહ પણ આ શો છોડી ચુકયા છે.

નેહા મહેતાએ શોના મેકર્સ સાથે અણબનાવ થતાં આ શો છોડયો છે એવું આધારભૂત સ્ત્રોતનું કહેવું છે. સોઢીના રોલમાં હવે અભિનેતા બલવિન્દરસિંહ સૂરી જોવા મળશે તો અંજલી મહેતાનું પાત્ર કોણ ભજવશે એનો નિર્ણય પણ મેકર્સે લઈ લીધો છે.

‘એક રિશ્તા સાઝેદારી કાં’, ‘બેલનવાલી બહુ’, ‘અદાલત’ જેવી સિરિયલો કરી ચૂકેલી અભિનેત્રી સુનૈના ફોઝદાર અંજલી મહેતા તરીકે દેખાશે. સુનૈના ફોજદારે શુટીંગ પણ શરૂ કરી નાખ્યુ છે. હાલમાં તારક મહેતા (શૈલેશ લોઢા)ના બોસ તરીકે રાકેશ બેદી ટુંકા રોલમાં જોવા મળશે. વર્ષોથી લોકપ્રિય રહેલા શોમાં એક પછી એક થઈ રહેલા મોટા ફેરફારો નિર્માતા માટે પડકારજનક બન્યા છે.