અમદાવાદ:ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ, તમામ સરકારી અને સિવિલ હોસ્પિ.ની મુલાકાત લેવા પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓની કમિટી રચના કરો

0
351

4 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની સારવારની ખામીઓ અને સુધારણા માટેના સૂચનો સાથે રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ

કોરોના મહામારીનો સામનો કરવા ગુજરાત હાઇકોર્ટે આજે રાજ્ય સરકારને વધુ એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.હાઈકોર્ટે રાજ્યની તમામ સરકારી અને સિવિલ હોસ્પિટલોની મુલાકાત લેવા માટે પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓની કમિટી રચવા આદેશ કર્યો છે. 4 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની સારવારની ખામીઓ અને સુધારણા માટેના સૂચનો સાથે રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

હાલ રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ
રાજ્યમાં હજુ પણ કોરોનાનું સંકટ યથાવત છે. દરરોજ 1100થી 1200 નવા કેસ તેમજ 20ની આસપાસ લોકોના મોત થાય છે. ગુજરાતમાં 23 ઓગસ્ટની સાંજ સુધીમાં કુલ 17,56,133 લોકોના કોવિડ-19ના ટેસ્ટ થયા છે. જેમાંથી કુલ 86,779 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 69,229 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને મૃત્યુઆંક 2897એ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,653 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 વેન્ટિલેટર પર છે અને 14574 દર્દીની હાલત સ્થિર છે. 23 ઓગસ્ટે નવા 1101 કેસ સામે આવ્યા હતા અને 14 દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે 972 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.