- રાજકોટમાં દે ધના ધન 6 ઈંચ વરસાદ પડ્યો
- શહેરમાં અત્યાર સુધીમાં 35 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 857 મીમી વરસાદ પડ્યો છે એટલે કે 34.28 ઈંચ વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકથી દે ધના ધન વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઘરો નદીમાં અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં તમામ ઘર વખરી પલળી ગઈ છે. જેથી સ્થાનિકો પાણીને ઘરની બહાર કાઢી રહ્યાં છે. બીજી તરફ રામનાથપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ઘરની બહાર ટોળે વળીને ઉભા રહી ગયા હતા. જો કે પોલીસ આવતા જ નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ રાજકોટના મોટામૌવા નજીક આવેલા પુલના પાણીમાં 2 લોકો તણાયા હતા. સતત વરસાદના પગેલ જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગોંડલ અને રાજકોટમાં SDRFની ટીમ તૈનાત
જિલ્લામાં સતત વરસાદના પગલે રાજકોટ અને ગોંડલમાં SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. 9 ડેમો છલોછલ અને 15 ડેમ ઓવરફ્લો થયા છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે અને ફરજ પર હાજર થવાં સૂચના આપવામાં આવી છે. આ સાથે જ નવી રજા મંજૂર ન કરવા પણ સૂચના અપાઈ છે.

પોલીસ આવતા જ નાસભાગ મચી ગઈ
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં પાણી ભરાય જતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. પાણી જોવા લોકો ટોળે વળ્યાં હતા. જો કે પોલીસ આવી જતા નાસભાગ મચી ગઈ હતી. કોરોનાથી બચવુ કે પછી વરસાદથી. લોકોમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

રામનાથપરાના નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે.
ઘરવખરી ડૂબી જતા મહિલાઓ મુશ્કેલીમાં
એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી આવી જતા તમામ ઘરવખરી પલળી ગઈ છે. જેથી મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઘરો પાણીમાં ગરકાવ થયા
રાજકોટના જંગલેશ્વરમાં ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાયા
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે. લોકોના ઘરમાં 5 ફૂટ પાણી ભરાયા છે. રાજકોટમાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જંજગલેશ્વર વિસ્તાર પાણીમાં ગરકાવ થતા ફાયર વિભાગના જવાનો દોડી ગયા છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિકો પાણીને ઘરની બહાર કાઢી રહ્યાં છે
રામનાથ વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી જતા મહિલાઓની સાથે સાથે પુરૂષો પણ પાણી ઘરની બહાર કાઢવા માટે લાગી ગયા છે. ઘરમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે.

લલુડી વોકળીનું પાણી સોસાયટીમાં ધૂસ્યું
કેનાલ રોડ પર આવેલ લલુડી વોકડી પાણીમાં ગરકાવ
શહેરના કેનાલ રોડ પર આવેલી લલુડી વોકડી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દર વર્ષે વોકળીમાં પાણી ભરાવાથી વોકળીનું પાણી ઘરોમાં ઘુસી જાય છે. જેથી સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

ઘરમાં પાણી ભરાતા લોકોને આખી રાત જાગીને પસાર કરવી પડી હતી
પાણી ભરાતા લોકો આખી રાત જાગ્યા
ગઈકાલે રાતથી જ શહેરમાં સતત વરસાદ પડતા પાણી ઘરોમાં ઘુસી ગયા હતા. જેથી લોકો આખી રાત જાગ્યા છે. કારણ કે ઘરમાં 4થી 5 ઈંચ પાણી ભરાવાના કારણે લોકોને સુવુ ક્યા તે પ્રશ્ન હતો.

શેરીઓમાં ગોઠણસમા પાણી ભરાયા, લોકોને હાલાકી પડી
ઘરમાં પાણી ભરાતા લોકોને હાલાકી
રસ્તાઓની સાથે સાથે ઘરોમાં પણ પાણી ભરાય જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. ગઈકાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ વરસી રહ્યો છે. જેથી લોકોને હાલાકી પડી રહી છે.

સ્વામિનારાયણ ચોક નજીક વૃક્ષ ધરાશાયી
ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી
રાજકોટમાં ભારે વરસાદના કારણે જુદી જુદી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતાં. ત્યારે સ્વામિનારાયણ ચોક નજીક વૃક્ષ ધરાશાયી થયું હતું. જે ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

પુલ પરથી પસાર થતાં 2 લોકો પાણીમાં તણાયા, સ્થાનિકોએ બચાવ્યાં
મોટા મૌવા નજીક 2 લોકો તણાયા
મોટા મૌવામાં તાલુકા શાળા નજીક આવેલા પુલના પાણીમાં 2 લોકો તણાયા હતા. જો કે સ્થાનિક લોકોએ બંનેને બચાવી લીધી હતા. પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. તે દરમિયાન બંને યુવકો રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેનો લાઈલ વીડિયો પણ સામે આવ્યો છે.

જ્યાં જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં 35 ઈંચ વરસાદ પડ્યો
રાજકોટમાં અત્યાર સુધીમાં 857 મીમી વરસાદ પડ્યો છે એટલે કે 35 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત્ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજી-2 ડેમના 11 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 49011 ક્યુસેક પાણીની આવક છે અને 49011 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં 857 મીમી વરસાદ પડ્યો છે.

દુકાનોમાં પાણી ઘૂસી જતા હાલાકી પડી