જોડિયામાં ૧૫ ઈંચ: સૌરાષ્ટ્ર્રમાં સાર્વત્રિક

0
229
  • 14 ટંકારા,  13 મોરબી, 9 વાંકાનેર, 8 સુરેન્દ્રનગર, મુળી, અંજાર, 6 ગીરગઢડા, વિસાવદર, ભચાઉ, રાપર
  • ગોંડલનું વેરી તળાવ છલકાયું–એલર્ટ: રાજકોટ–લોધીકા પંથકમાં ૬થી ૮ ઈંચ સહિત ૮૫ તાલુકામાં મેઘરાજાની સવારી

અરબી સમુદ્ર અને રાજસ્થાનના આકાશમાં સાઇકલોનિક સરકયુલેશન અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશરે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભરપૂર મેઘ વરસાવવા સાથે ગઇકાલથી સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં પણ ત્રણેય સીસ્ટમને કારણે કુલ ૮૮માં ૮૫ તાલુકામાં બે ઈંચથી માંડીને ૧૫ ઈંચ વરસાદ વરસાવી દેતાં સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં જળબંબાકાર સજાર્યેા છે. તેમાં સૌરાષ્ટ્ર્રનો બીજા નંબરનો ભાદર–૧ ડેમના તમામ દરવાજા છ ફટ સુધી ખોલવામાં આવતા છેક ઉપલેટા સુધી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.


ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે પણ ચાલે છે, જેમાં જામનગરના જોડિયામાં ૧૫ ઈંચ, મોરબી, ટંકારામાં ૧૩થી ૧૪ ઈંચ, કચ્છના અંજાર, ભચાઉ, સુરેન્દ્રનગરના મુળી, થાનગઢ, લખતર, સુરેન્દ્રનગર ૭થી ૮ ઈંચ વરસાદ વરસવા સાથે ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના તમામ જિલ્લામાં મેઘકૃપા વરસી રહી છે. એક સાથે સક્રિય થયેલી સીસ્ટમે હવે સૌરાષ્ટ્ર્ર–કચ્છની ધરાને ધરવવાનું ચાલુ કયુંર્ છે. તેમાં જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આજે સવાર સુધીમાં ૧૫ ઈંચ, ધ્રોળમાં ૫ ઈંચ, જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર પંથકમાં ૧થી ૩ ઈંચ વરસ્યો હતો. મોરબી, ટંકારામાં ૧૩થી ૧૪ ઈંચ ઉપરાંત વાંકાનેર, હળવદ, માળિયા પંથકમાં ૫થી ૯ ઈંચ વરસી જવા પામ્યો છે.


જયારે કચ્છમાં અંજાર, ભચાઉ, રાપર ૭ ઈંચ, ગાંધીધામ, મુન્દ્રા, ભુજ, માંડવી, અબડાસા, નખત્રાણા પંથકમાં ૩થી ૫ ઈંચ અને લખપતમાં એક ઈંચ વરસ્યો છે.
ઝાલાવાડમાં સુરેન્દ્રનગર, થાનગઢ, મુળી પંથકમાં ૮ ઈંચ, જયારે લખતર, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા, સાયલા, ચુડા, દસાડા પંથકમાં ત્રણથી ૬ ઈંચ વરસાદ પડયો હતો. ગીરસોમનાથ જિલ્લામાં ગીરગઢડા પંથકમાં છ ઈંચ જયારે તાલાલા, ઉના, કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા પંથકમાં અઢીથી ૪ ઈંચ વરસાદ પડયો છે.


જૂનાગઢ શહેર તાલુકામાં ૩ ઈંચ જયારે વિસાવદર, માળિયા હાટીના, માણાવદર, માંગરોળ, જૂનાગઢ, ભેંસાણ, વંથલી, મેંદરડા, કેશોદ પંથકમાં બેથી છ ઈંચ વરસાદ પડયો છે.
પોરબંદર, કુતિયાણા, રાણાવાવ પંથકમાં અઢીથી સાડા ત્રણ ઈંચ, અમરેલીના રાજુલા, વડિયા, જાફરાબાદ, બાબરા, ધારી, ખાંભા, બગસરા, લાઠી, લીલીયા પંથકમાં ૧થી ૩ ઈંચ. ભાવનગર, મહુવા પંથકમાં ૧થી ૨ ઈંચ, વલ્લભીપુર, પાલિતાણા, ગારિયાધાર, તળાજા પંથકમાં અર્ધેા ઈંચ, દ્રારકા, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા પંથકમાં ૦થી દોઢ ઈંચ વરસ્યો હતો. જયારે ગાડા, બોટાદમાં અર્ધેા તેમજ રાણપુર, બરવાળા પંથકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ગઇકાલથી શરૂ થયેલી મેઘવર્ષાથી સૌરાષ્ટ્ર્ર કચ્છના ૮૫ તાલુકામાં જળબંબાકાર સર્જાયો છે.

  • સરદાર સરોવર,કડાણામાં નવા પાણીની જોરદાર આવક: ૧૦૮ ડેમ હાઇ એલર્ટ પર

ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવરમાં ૨૨૪ લાખ કયુસેક નવા પાણીની આવક થઇ છે અને તેના કારણે ડેમની સપાટી ૧૨૬.૮૯ મીટર થવા પામી છે. સરદાર સરોવર ડેમની કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. કડાણા ડેમમાં બે લાખ કયુસેક નવા પાણીની આવક થવા પામી છે. ૬૮ ડેમ સો ટકા ભરાઈ ગયા છે. ૧૦૮ ડેમ હાઇ એલર્ટ પર છે. અને ૧૪ ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે

  • રાજકોટને મેઘરાજાનું આલિંગન: ૬ ઈંચ લોધીકા, ઉપલેટા, ગોંડલ ૪થી ૫ ઈંચ

રાજકોટ પંથકમાં સીઝનની શરૂઆતમાં જ ૪ ઈંચ વરસાદ પડયા બાદ સારા વરસાદની રાહ જોવાતી હતી ત્યારે એક સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતાં ગઇકાલથી શરૂ થયેલો હળવો, ભારે વરસાદ આજે પણ સતત વરસતો રહેતા ૬ ઈંચથી પણ વધુ પાણી વરસી ગયું છે. જેને કારણે શહેરના તમામ માર્ગેા જળબંબાકાર થઇ ગયા છે.
આ વરસાદી પાણીની ભારે આવકને કારણે અર્ધા રાજકોટને આવરી લેતા બે અંડરબ્રિજ પોપટપરા અને લમીનગરમાં કેડ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો છે.
જયારે જિલ્લાના લોધીકા પંથકમાં પણ ૫ ઈંચ, ઉપલેટામાં ૪, ગોંડલમાં ૪ ઈંચ, પડધરી ૩, ધોરાજી, જેતપુર, કોટડાસાંગાણી, જામકંડોરણા, જસદણ પંથકમાં ત્રણ ઈંચ અને વીંછિયા પંથકમાં અઢી ઈંચ વરસાદ પડી જવા પામ્યો હતો. રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાએ કૃપા વરસાવી છે.

  • ગુજરાતમાં બારે મેઘ ખાંગા: કડીમાં ૧૪ ઈંચ  


શ્રાવણ માસ પૂરો થઈ ગયો છે અને તે સાથે જ વરસાદની સિઝન પણ ધીમે ધીમે વિદાય લેતી હોય છે. પરંતુ ગુજરાતમાં જાણે મોનસુન શેડુલ હવે શ થતું હોય તેમ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડો છે. સ્ટેટ કંટ્રોલ મના જણાવ્યા મુજબ ૨૫૧ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ પડો છે. સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના જોડીયામાં અને મહેસાણા જિલ્લાના કડીમાં ૧૪ ઈંચ પડો છે.


ભારે વરસાદના કારણે નદીઓ ગાડીતુર થઈ છે. જળાશયોમાં નવાં પાણીની જોરદાર આવક થઇ છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં ઝડપભેર વધારો થયો છે અને નવા પાણીની આવક ચાલુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદના કારણે મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અલગ–અલગ સ્થળોએ મોકલવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના કડીમા ૩૫૦, જોટાણામાં ૧૯૧, મહેસાણામાં ૧૭૫, ઉમરગામમાં ૧૩૪, સુરત જિલ્લામાં ઉમરપાડામાં ૨૫૬, સુરત શહેરમાં ૧૬૨, કામરેજમાં ૧૩૧, મહેસાણા જિલ્લાના બેચરાજીમાં ૨૨૪, પાટણ જિલ્લાના સરસ્વતીમાં ૨૦૯,રાધનપુરમાં ૧૬૨, હારીજ અને પાટણમાં ૧૬૦ મીલીમીટર વરસાદ નોંધાયો છે

  • હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

પૂર્વ રાજસ્થાનના મધ્ય ભાગમાં સાયકલોનિક સરકયુલેશન છવાયું છે. આવી જ રીતે અરબી સમુદ્રમાં નોર્થ ઇસ્ટ દિશામાં બીજું એક સાઇકલોનિક સરકયુલેશન સર્જાવા પામ્યુ છે. અને તેના કારણે આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા અને સૌરાષ્ટ્ર્રમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ,  દ્રારકા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં નોર્થ દિશામાં વધુ એક લો પ્રેસર સર્જાવા પામ્યું છે. જોકે તેની દિશા અને ગતિ જોતા તે ગુજરાત તરફ આવે એવી કોઈ શકયતા નથી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ લો પ્રેશરને કારણે બંગાળ, ઓડિશા, ઝારખંડમાં ભારે વરસાદ પડશે.