શાપર–વેરાવળમાં કારખાનામાં જુગાર રમતા સાત ઝડપાયા: ૪૮ લાખનો મુદ્દામાલ કબજે

0
187

રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા પટેલ શખ્સે શાપર–વેરાવળમાં પોતાના કારખાને શ કરેલી જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા કારખાનાના માલિક સહિત ૭ ની ધરપકડ કરી ચાર લાખની રોકડ સહિત ૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે.


યુનિવર્સિટી રોડ પર નટરાજ નગરમાં રહેતા જીવરાજભાઈ રવજીભાઈ કાસુન્દ્રા ની શાપર–વેરાવળમાં આવેલી  કારખાના ની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શાપર–વેરાવળના પીએસઆઇ ગોહિલ અને તેમની ટીમે દરોડો પાડયો હતો.


યાંથી જુગાર રમતા કારખાનાના માલિક જીવરાજભાઈ ઉપરાંત રાજકોટના નાનામોવા આલાપ ટાવરમાં રહેતા યોગેશ કાંતિ પટેલ, આલાપ ટાવરમાં રહેતા ઓધવજીભાઈ રાઘવજીભાઈ પટેલ, નાનામોવા રોડ પર તાપસ સોસાયટીમાં રહેતા રમેશ હંસરાજ પટેલ ,અંબિકા ટાઉનશીપ માં રહેતા સ્નેહલ નટવરલાલ વાછાણી ,સાધુવાસવાણી રોડ પર બેકબોન પ્લેટિનિયમ માં રહેતા ક્રિસ્ટલ ભાઈ વસંતભાઈ પટેલ અને દોઢસો ફટ રોડ પર બેકબોન પાર્કમાં રહેતા દિલીપ ગોવિંદ ઝાલાવાડીયા ની ધરપકડ કરી ૪ લાખની રોકડ અને વાહન સહિત ૪૮ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here