જે પત્નીએ પતિના લાંબા આયુષ્ય માટે રાખ્યું નિર્જળા વ્રત, તેણે જ કેરોસીન નાંખી પતિને સળગાવી દીધો.

0
158

પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખનાર એક મહિલાએ પોતાના પતિને જીવતો સળગાવી દીધો. હકીકતમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનાથી ગુસ્સે ભરાયેલી પત્નીએ પોતાના પતિ પર કેરોસીન છાંટી આગ લગાવી દીધી. આ ઘટના છત્તીસગઢના ધમતરી જિલ્લાની છે. ઘટના બાદ મહિલા ફરાર થઈ ગઈ છે.

જાણો સમગ્ર મામલો
નગરી નગર પંચાયતના દીન-દયાળ ઉપાધ્યાય વોર્ડમાં રહેતા ગૌતમ કશ્યપની કોઈ વાતને લીધે પત્ની સાથે વિવાદ થઇ ગયો હતો. આ વિવાદ એટલો વધ્યો કે આખો દિવસ પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખનારી પત્નીએ ગૌતમ ઉપર કેરોસીન આખી આગ લગાવી દીધી. તેની બૂમનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને તેને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડ્યો.

પ્રાથમિક સારવાર બાદ રવિવારના રોજ તેને જીલ્લા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટના બાદ રેવતી ફરાર થઈ ગઈ. પાડોશીઓએ ગામના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. દર્દીના ભાઈ અનિરુદ્ધ જણાવ્યું કે ગૌતમની પત્ની સાથે પરિવારથી અલગ રહેતો હતો. લોકડાઉન દરમ્યાન તેની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. જેનો ઇલાજ કરાવવામાં આવ્યો હતો

ફરાર મહિલાની તપાસમાં જોડાઈ પોલીસ
પોલીસે ઘાયલ યુવકનું નિવેદન નોંધ્યા બાદ મહિલા ઉપર ધારા 307 અંતર્ગત કેસ નોંધી લીધો છે. હાલમાં પોલીસ મહિલાની શોધખોળ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here