બિલ્ડર નક્કી કરેલી સુવિધા સાથે ફ્લેટ ન આપે અથવા કબજો મોડો સોંપે તો બિલ્ડરે ફ્લેટ ધારકને ચૂકવવું પડશે વળતર

0
452

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: કબજો સોંપવામાં વિલબં થાય તો પણ ફલેટધારકને વધુ વળતર મેળવવાનો અધિકાર

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે કબજો મળવામાં વિલબં ઉપરાંત ડેવલપર દ્રારા નક્કી કરાયેલી સુવિધા આપવામાં ન આવે તો ફ્લેટ ખરીદદારને વળતર મેળવવાનો અધિકાર છે. આ ઉપરાંત ડેવલપર્સ સાથે કરવામાં આવેલી સમજૂતિમાં નિિત રકમ કરતાં વધુ વળતર ફલેટધારક મેળવી શકશે. જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે રાષ્ટ્ર્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના એ આદેશને રદ કરી નાખ્યો જેમાં તેમણે ૨ જૂલાઈ–૨૦૧૯માં ૩૩૯ લેટ ખરીદદારોની ફરિયાદને ફગાવી દીધી હતી.


રાષ્ટ્ર્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે ફ્લેટ ખરીદદારોની ફરિયાદ ફગાવતાં કહ્યું હતું કે તેઓ વિલંબથી કબજો અથવા વાયદા અનુસાર સુવિધાઓ નહીં મળવાની સ્થિતિમાં ફ્લેટ ખરીદી સમજૂતિમાં નિર્ધારિત કરાયેલી રકમથી વધુ વળતર મેળવવાના હક્કદાર નથી. ખરીદારોએ બેંગ્લોરમાં ડીએલએફ સદર્ન હોમ્સ પ્રાઈવેટ લિમિટેડ (હવે બેગુર ઓએમઆર હોમ્સ પ્રા.લિ.)માં આવાસીય ફ્લેટ બુક કરાવ્યા હતા. આ પરિયોજનાને ૨૭.૫ એકર જમીનમાં બનાવવામાં આવી હતી અને તેમાં ૧૯ માળના ૧૯ ટાવરોમાં ૧૯૮૦ ફ્લેટનું નિર્માણ કરાયું હતું.


ખરીદારોએ કબજો આપવામાં વિલંબ, કલબ હાઉસ સહિત નક્કી કરાયેલી સુવિધાઓના અભાવ જેવા અનેક મુદ્દાને લઈને રાષ્ટ્ર્રીય ઉપભોકતા વિવાદ નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી હતી. લેટ ખરીદારોએ કબજો મળવામાં વિલબં બદલ વળથર, સમજૂતિ હેઠળ કર અને વ્યાજની રકમની વાપસી, વીજળી માટે બિલ્ડર દ્રારા વસૂલાયેલી રકમ, કલબ હાઉસ નહીં બનાવવા પર રકમ પરત અપાવવાનો અનુરોધ કર્યેા હતો. પંચે એ તો માન્યું કે લેટ પર કબજો આપવામાં વિલબં થયો છે પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે ખરીદાર સમજૂતિમાં જે રકમ પર સહમત થયા છે તેનાથી વધુ રકમ વળતર પેટે તેમને મળી શકે નહીં