જાત મહેનત જીંદાબાદ…
ગોંડલ ફૂલવાડી કોમ્પ્લેક્ષ માં 2 દિવસ થી વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા પ્રમુખ ને રજુઆત કરવામાં આવી હતી પણ હજુ સુધી કોઈ પણ તંત્ર ત્યાં ડોક્યુ નથી ત્યારે આજે ત્યાં ના સ્થાનિક લોકો દ્વારા જાતેજ પાણી નો નિકાલ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો એ આજે પણ નગરપાલિકા પ્રમુખ ને રજુઆત માટે ફોન કરેલો પણ ફોન ઉપાડવામાં ના આવ્યો.
ક્યાંક ને ક્યાંક તંત્ર ની પોલ ખુલ્લી છે ગોંડલ શહેર માં ઘણી જગ્યાઓ પર ભૂગર્ભ ઓવરફ્લો ના દ્રશ્યો જોવા મળ્યા હતા.
હાલ વરસાદી વાતાવરણ છે તંત્ર દ્વારા એક કન્ટ્રોલ રૂમ નો નમ્બર પણ જાહેર કરવો જોઈએ તેવી લોકો માં માંગ ઉઠી છે.