ગોંડલ જળબંબાકાર: આઠ ઇંચ વરસાદ પાણી લોકોના ઘરમાં ઘુસ્યા: તંત્ર ખડેપગે

0
243

ગોંડલ માં વહેલી સવાર થી સાંબેલાધાર મેઘવષાઁ વરસતાં સાંજ સુધી માં આઠ ઇંચ વરસાદ પડયો હતો.ભારે વરસાદ ને કારણે કોલેજચોક,નાની મોટી બજાર,ઉદ્યોગભારતી સોસાયટી,ગ્રીનપાકઁ,શંકરવાડી સહીત નાં વિસ્તારોમાંપાણી ભરાયાં હતાં.રાતાપુલ તથાં ઉમવાડા અંડરબ્રીજ માં પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો.ધોધમાર વરસાદ ને કારણે રાજમાર્ગો પર પાણી ફરીવળતાં શહેર ની હાલત જળબંબાકાર બનવાં પામી હતી.વેરી તળાવ પાંચ ફુટે ઓવરફ્લો થતાં નદીમાં ઘોડાપુર આવતાં નગરપાલિકા દ્વારા નિચાણવાળા વિસ્તારો ને સાવચેત કરાયાં હતાં.નગરપાલિકા નો સેનીટેશન વિભાગ,ફાયરબ્રિગેડ ટીમ પ્રમુખ અશોકભાઈ પીપળીયા ચિફ ઓફીસર પટેલ સાથે અસરગ્રસ્ત વિસ્તારો માં દોડી જઇ કાયઁ વાહી હાથ ધરી હતી.


ગોંડલ પંથકમાં પણ અંદાજે પાંચ થી સાત ઇંચ ભારે વરસાદ પડ્યો છે. સુલતાનપુર, દેરડી, મોવિયા, પાંચીયાવદર, સેમળા, ભુણાવા સહીત પંથકમાં સરેરાશ પાંચ થી સાત ઇંચ વરસાદ પડયો છે.ભારે વરસાદ ને કારણે ત્રાકુડા માં ત્રણ મકાન ધરાશાયી થયાં છે. અનિડા ભાલોડી માં પણ એક મકાન ધરાશાયી થયું છે. ખડવંથલી ગામ નજીક નો કોબા ડેમ ઓવરફ્લો થતાં નદીમાં ઘોડાપુર આવતાં ગામ માં પાણી ઘુસતાં ખડવંથલી બેટ માં ફેરવાયું હતું.ગામ વિખુટું પડતાં ગુજકોટ ની પરીક્ષા આપનારાં વિદ્યાર્થી ગામ બહાર નિકળી શકયાં ન હતાં.તાલુકાના મોતિસર,વાછપરી,ગોંડલી  સહીત નાં ડેમ ઓવરફ્લો થયાં છે.કલપરી,વાંસાવડી,ગોંડલી સહીત ની નદીઓ ગાંડીતુર બની હતી.કોઝવે પર પાણી ફરી વળતાં વોરા કોટડા વિખુટું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here