જૂનાગઢ જિલ્લામાં ૪ પાલિકા ભાજપના ખાતામાં: માંગરોળમાં ભાગીદારી, ૧ કોંગ્રેસને

0
695

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે યોજાયેલી છ નગરપાલિકાની ચૂંટણીઓમાં ચાર નગરપાલિકા ભાજપે કબજે કરી હતી જેમાં વંથલી અને વિસાવદર માં કોંગ્રેસ પાસેથી આંચકી ઉપરાંત માણાવદર અને બાટવા પણ ભાજપે કબજે કરી કોંગ્રેસ પાસે ચોરવાડ યથાવત જ્યારે માંગરોળમાં પ્રમુખ કોંગ્રેસ ઉપપ્રમુખ ભાજપ  જૂનાગઢ જિલ્લાની ૬ નગરપાલિકાઓ ની ચૂંટણીની ગઈકાલે પૂર્ણ થયેલી પ્રક્રિયામાં છમાંથી ચાર સીટો ભાજપે કબજે કરી હતી જેમાં વંથલી માં કોંગ્રેસના ૧૦ સભ્યોએ ભાજપને મત આપતા ભાજપ હસ્તક નગરપાલિકાની બેઠક ગઈ હતી જેને લઇ વંથલી નગરપાલિકાના પ્રમુખ તરીકે નિર્મળાબેન કલોલા તથા ઉપપ્રમુખ તરીકે પ્રશાંત વાજા ની નિમણૂક કરાઈ હતી.

વિસાવદર
વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર એક જ મત અંતર હોય જેથી ગઈકાલે કોંગ્રેસના બે સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતા વિસાવદર ની બેઠક ભાજપે કોંગ્રેસના સપોર્ટ થી આંચકી લીધી હતી જેમાં પ્રમુખ પદે વિસાવદર નગરપાલીકાના કૌશિક ભાઈ વાઘેલા અને ઉપપ્રમુખપદે ઘનશ્યામ ભાઈ ડોબરીયા ની નિમણૂક કરાઈ હતી
 

માણાવદર
માણાવદર નગરપાલિકા માં ૧૫ કોંગ્રેસ ૧૨ ભાજપ અને એક અપક્ષ તેમ સ્થિતિ હતી પરંતુ પાલિકાના ૧૪ કોંગી સભ્યો ભાજપમાં જોડાઈ જતાં શાસક ભાજપ ને મળ્યું હતું જોકે પાંચ સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી ને પગલે હાઇકોર્ટે તેમના મતો અનામત રાખવાનો હુકમ કર્યો હતો પરંતુ ગઈકાલે એવું કમાઈ કોર્ટે રદ કરતાં ભાજપના ઉમેદવારઆથી માણાવદર નગરપાલિકાના પ્રમુખ તરીકે પુષ્પાબેન ગોર અને ઉપપ્રમુખ તરીકે પૂજાબેન રાડા નિમણૂક કરાઈ હતીને મત આપ્યો હતો 
 

 ચોરવાડ
સંસદના હોમટાઉન એવા ચોરવાડમાં પ્રથમ થી ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં પણ યથાવત રહેવા પામ્યું હતું ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં સર્વાનુમતે કોંગ્રેસના જલ્પાબેન ચુડા સમાજ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે ભીખા ભાઇ પુંજાભાઇ પંડિતને વિજય ગયા હતા
 

બાટવા
બાટવા નગરપાલિકામાં પ્રથમથી ભાજપનું શાસન હતું ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ ટીના બેન જેઠવાની જ્યારે ઉપપ્રમુખ પદે રાજુભાઈ વાઘવાણી ની નિમણૂક કરાઈ હતી

કોંગ્રેસ શાસિત ચોરવાડ નગર પાલિકામાં ગઈકાલે કોંગ્રેસના બે સભ્યોએ મત ન આપતા રાજકીય ક્ષેત્રે ચર્ચા શરૂ
ગઈકાલે યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખ ની ચુંટણી માં કુલ ૨૪ સદસ્ય હાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસના ૧૭ અને ભાજપના ૭ સદસ્ય હોય તમામ હાજર રહ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ તરીકે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા (રીપીટ) અને ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ પુંજાભાઈ પંડીત ની વરણી કરવામાં આવી છે… જેમાં ૧૭ માંથી ૧૫ મત તરફેણમાં અને ૭ વિરૂદ્ધ માં અને કોંગ્રેસના ૨ સદસ્ય અનિર્ણિત રહ્યા હતા. આ બંન્ને સદસ્ય વિરાભાઇ વાઢેર (ઉપપ્રમુખ) અને ધીરૂભાઇ ડાભી (કારોબારી ચેરમેન) તરીકે તેમની કામગીરી નિભાવી રહ્યા હતા. ત્યારે તેમના અનિર્ણિત મત ઘણી બધી બાબતો સુચવે છે. લોકમુખે એવું ચર્ચાય રહ્યું છે કે આગામી દિવસોમાં નવાં-જુની જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here