સુરત: પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્ર લઈ જઇ દુષ્કર્મ આચરનાર ઝડપાયો

0
309

સુરતમાં હાલમાં નવા પોલીસ કમિશનર અજય તોમર ની નિમણૂક થઈ છે. તેઓ સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આ અંતર્ગત સુરતના કતારગામ વિસ્તારમાં લગ્નની લાલચે ૧૭ વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ મંગાવી આરોપી દિનેશ પ્રવીણભાઈને શોધી કાઢ્યો હતો, છેલ્લા એક મહિનાથી તે નાસતો ફરતો હતો. પોલીસે તેની સાથે ૧૭ વર્ષ અને ૯ મહિનાની એક કિશોરની પણ હતી તેને માતા-પિતાને સોંપી છે.

પોલીસ ખાતાને આ બંને લોકો મહારાષ્ટ્રના ખાંડબારાથી મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપીને પકડી તેના વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ભોગ બનનારને તેના માતા-પિતાને સોંપવામાં આવેલ છે. અને પોલીસે આ પ્રશંસનીય કાર્યવાહી કરી છે.