ઇરવીન હૉસ્પિટલ નામે ઓળખાતી જી.જી.હૉસ્પિટલમાં ICUની બાજુના રૂમમાં આગ, ઇકો મશિન બળીને ખાખ

0
370

ઇરવીન હૉસ્પિટલ ના જૂના બિલ્ડિંગ માં આવેલા આઇસીયુ યુનિટ માં આગ ફાટી નીકળતા દર્દીઓમાં અને હોસ્પિટલમાં હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી હોસ્પિટલ ના કર્મચારીઓ દ્વારા આગ ની ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાના બે ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર ફાઈટર તેમ જ ફાયર કર્મીઓ દ્વારા icc યુનિટમાં આગને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી icc યુનિટ માં શોર્ટસર્કિટના કારણે આગ થયા હોવાનું પ્રાથમિક તારણ તંત્ર દ્વારા રજૂ કરાયું છે

સુપરિટેન્ડન્ટ દીપક તિવારીએ આગની ઘટના વિશે જણાવ્યું કે, સામાન્ય નુકસાન થયું છે. આઈસીયુમાં 9 દર્દીઓ દાખલ હતા. બધાએ ભેગા થઈને દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લીધા હતા. દર્દીઓને અન્ય વોર્ડમાં સારવાર માટે ખસેડાયા છે. આગની પરિસ્થિતિ વચ્ચે રાહત આપતા સમાચાર એ હતા કે, આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આઈસીયુમાં ક્રિટિકલ દર્દીઓ હતા, જેઓને લોકો દ્વારા હાથમાં ઉંચકીને તાત્કાલિક બહાર કઢાયા હતા.

આગની ઘટનાની જાણ થતાં જ જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા કલેકટર રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલ સહિતના અધિકારીઓ ઇરવીન હોસ્પિટલ દોડી ગયા હતા.

આગની ઘટના અંગે ઉત્તરીય તપાસ પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે સદ્નસીબે આગના કારણે કોઇ પ્રકારની જાનહાની થવા પામી નથી પરંતુ icc યુનિટમાં એરકન્ડીશન તેમજ દર્દીઓની સારવાર માટેના મશીનો આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા કલેકટર રવિશંકરના જણાવ્યા અનુસાર ગાંધીનગરથી આ અંગે ઉચ્ચ અધિકારીઓ જામનગર આવી અને આગની ઘટનાની સમીક્ષા કરશે.

અહેવાલ :-સાગર સંઘાણી, જામનગર.