વેરાવળ શહેરમાં આરોગ્ય શાખા અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિનામુલ્યે કોવીડ-૧૯ ટેસ્ટ શરૂ કરાયા

0
208

કાશીવિશ્વનાથ મંદીર પરીસર, લાબેલા પટણી સમાજ, ખારવાસમાજ વંડી અને સાગરપુત્ર ફાઉન્ડેશન હોલમાં લોકોના કોવીડ-૧૯ ટેસ્ટ કરાયા

સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડી-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાને હરાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. જેના ભાગરૂપે વેરાવળ શહેરમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વેરાવળ શહેરમાં વિનમુલ્યે કોવીડ-૧૯ ટેસ્ટનું આયોજન કરાયું છે.
કોરોના રોગ ફેલાતો અટકાવવા તેમજ લોકોમાં કોરોના ટેસ્ટ કરાવવાનો ભય નિવારવા માટે કાશીવિશ્વનાથ મંદીર પરીસર, લાબેલા, ખારવાસમાજ વંડી અને સાગરપુત્ર ફાઉન્ડેશન હોલ ખાતે વિનામુલ્યે કોરોના ટેસ્ટનું આરયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેરામેડીકલ સ્ટાફ દ્વારા સ્થળ પર જ વિનામુલ્યે લોકોના કોવીડ-૧૯નો ટેસ્ટ કરી ૨૦ મીનીટમાં ટેસ્ટનું પરિણામ આપવામાં આવે છે અને શંકાસ્પદ તથા પોઝીટીવ આવેલ દર્દીઓને સ્વૈચ્છીક હોમ આઇસોલેશનમાં રહેવા જણાવવામાં આવે છે. વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, તાલુકા સુપર વાઇઝર મેહુલભાઇએ ઉપસ્થિત રહી લોકોને તેમના આરોગ્ય વિશે સંભાળ લેવા સાથે કોરોના વાયરસ સામે તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

અહેવાલ :- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here