ભાદર – ૧ ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ – ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો

0
2265

રાજકોટમાં સતત મેઘ વર્ષાને કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમ – ૧ માં પાણીની વીપુલ આવક થતા હાલ ડેમના ૨૯ દરવાજા ૧૦ ફૂટ સુધી ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતા ગોંડલ મામલતદારશ્રી દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભીડને એકઠી થતી રોકવા માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલે ચુસ્ત બંદોબસ્તની ગોઠવણ કરી આપેલ છે. લોકોએ ભાદર-૧ ડેમ સાઈટ વિસ્તાર પ્રતિબંધિત હોય એકઠા નહીં થવા વધુમાં ગોંડલ મામલતદારશ્રી એ યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here